આ વસ્તુનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે

લોગવિચાર :

સમગ્ર દુનિયામાં હાર્ટ એટેકની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ફક્ત વડીલોને જ નહીં પરંતુ યુવાનો પણ હવે આ બીમારીના શિકાર થઈ રહ્યાં છે. હેલ્થ એક્સપર્ટના મતે, ખરાબ લાઈફસ્ટાઈલ, ખરાબ ખાનપાન અને નિયમિત કસરત ન કરવાના કારણે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા વધી છે. કોલેસ્ટ્રોલની બીમારી વધતાં હાર્ટ એટેકના બનાવ પણ વધી રહ્યાં છે. જોકે, આયુર્વેદિક તેમજ ઘરગથ્થું ઉપાયથી તેને કંટ્રોલ કરી શકાય છે. જેમાં તમે રસોડામાં હાજર લસણનો ઉપયોગ પણ કરી શકો છો.

કોલેસ્ટ્રોલ લોહીમાં હાજર એક મીણ જેવો પદાર્થ હોય છે, જે સેલ્સ અને હોર્મોનના નિર્માણમાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિના કોલેસ્ટ્રોલનું સ્તર 200 mg/dL થી ઓછું છે, તો તે તંદુરસ્ત છે. પરંતુ, તેનાથી વધારે કોલેસ્ટ્રોલ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે, શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોવાથી તે લોહીની નસોમાં જામી જાય છે અને બ્લડ ફ્લોને પ્રભાવિત કરે છે. જેનાથી વ્યક્તિને હ્રદયની બીમારી, સ્ટ્રોક, હાર્ટ એેટેક તેમજ અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. શરીરમાં જમા થતું ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે જુદી-જુદી આયુર્વેદિક રીત તેમજ ઘરગથ્થું નુસ્ખા છે. તેમાંથી જ એક લસણ છે.

લસણનું મહત્ત્વ

આયુર્વેદમાં લસણનું વિશેષ મહત્ત્વ છે. લસણમાં વિટામિન સી, વિટામિન બી 6, ફોસ્ફરસ, મેંગેનિઝ, કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્ત્વો જોવા મળે છે. લસણમાં ઘણા એવા ગુણ છે, જે બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને ઓછું કરી હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે.

લસણમાં એલિસિન નામનું તત્ત્વ જોવા મળે છે, જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. આ સાથે જ લસણમાં મોટી માત્રામાં સલ્ફર, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઑક્સિડેન્ટ હોય છે. જે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે હાર્ટને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. ઘણી રિસર્ચમાં સામે આવ્યું છે કે, દરરોજ લસણનું સેવન કરવાથી બેડ કોલ્સ્ટ્રોલનું સ્તર ઘટી શકે છે.

જો તમે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છો છો, તો નિયમિત લસણની બે કાચી કળીનું સેવન કરો. આ સિવાય શાકભાજી, સૂપ વગેરેમાં પણ લસણનું સેવન કરવાથી લાભ મળશે.

કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઓલિવ ઓઇલમાં લસણ નાંખીને ગરમ કરો. ત્યારબાદ તેને ભોજન સિવાય સલાડમાં ઉમેરીને સેવન કરો.

લસણ અને લીંબુનું કોમ્બિનેશન પણ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. આ સિવાય દરરોજ એક ચમચી લસણ અને લીંબુનો રસ પીવો. લીંબુમાં વધારે માત્રામાં વિટામિન સી તેમજ એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે હ્રદયને ફ્રી રેડિકલથી થતાં નુકસાન સામે બચાવે છે. આ સાથે જ તેમાં જોવા મળતાં વિટામિન B 6 લાલ રક્તકણોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘણું ઘટી જાય છે.