લોગ વિચાર.કોમ
દેશના કેટલાંક રાજયોની જેમ ગુજરાતમા પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 68 કેસ કુલ સંખ્યા 265 ની થઈ હતી. સંક્રમણ ગંભીર કે ખતરનાક હોવાના દાવા સાથે સરકારે લોકોને ડરવાને બદલે માત્ર સાવચેતી રાખવા સુચવ્યુ છે.
જયારે ગુજરાતમાં આરોગ્ય વિભાગે કોરોના અંગે હોસ્પીટલમાં મોકડ્રીલ યોજવાનો નિર્ણય લીધો છે. હોસ્પીટલોમાં કોરોના વોર્ડ તૈયાર કરાયા જ છે.ત્યારે આઈસોલેશન વોર્ડમાં તથા ઓકસીજન પ્લાંટમાં મોકડ્રીલ કરાશે.
રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા પણ કરી હતી.