કોર્પોરેશનની બેદરકારી! ગટરનું ઢાંકણું બે બાળકીઓ પર પડતા 1 ઘાયલ, 1નું મોત

લોગવિચાર :

સુરતના ડિંડોળીના ચેતનનગરમાં ગટરના કામે ગટરના ઢાંકણા રાખવામાં આવ્યા હતા તેવા સમયે ઢાંકણા પાસે રમતી બે બાળાઓ માથે ઢાંકણુ પડતા એક બાળાનું મોત થયું હતું. એકનો બચાવ થયો હતો.

બનાવની જાણવા મળતી વિગત અનુસાર સુરતના ડિંડોળીનાં ચેતનનગરમાં ચોમાસુ ઋતુ બાદ ગટર લાઈનની કામગીરી શરૂ થતા ખુલ્લામાં ગટરના ઢાંકણા ઉતારવામાં આવ્યા હતા આ સ્થળે ખુલ્લામાં ઢાંકણા રાખેલ હોય બે બાળકી રમતા રમતા ત્યાં પહોંચી રમતી હતી.

ત્યારે બંને માથે ગટરનું ઢાંકણુ પડતા પાંચ વર્ષની ભાગ્યશ્રીને માથામાં ઈજા પહોંચતા તાત્કાલીક ખાનગી હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે ભાગ્યશ્રીને મૃત જાહેર કરી ભાગ્યશ્રીના પિતા ઓટો રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. ભાગ્યશ્રી એકની એક પુત્રી હોવાથી પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. બીજી બાળાનો બચાવ થયો હતો.

પાલિકાની બેદરકારી સામે આ વિસ્તારના રહીશોમાં આક્રોશ ભભુકી ઉઠયો છે આ મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.