ધોતી-કુર્તામાં ભોપાલમાં ક્રિકેટ ટુર્નામેન્ટ : સંસ્કૃતમાં કોમેન્ટરી

લોગ વિચાર :

સંસ્કૃત કે જેની ગણતરી વિશ્વની સૌથી જૂની ભાષાઓમાં થાય છે, તેનો ઉદ્ભવ ભારતમાં થયો છે. સંસ્‍કળત, દેવભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહેવાય છે. ભારતની પ્રાચીન પરંપરામાં સંસ્‍કળત ભાષાનું ખૂબ જ મહત્‍વ રહેલું છે. પણ તમે કોઇ દિવસ સંસ્‍કળત ભાષામાં ક્રિકેટ ટૂર્નામેન્‍ટના આયોજન વિશે સાંભળ્‍યું છે. જી હા, ભારતમાં એક જગ્‍યાએ આપણી આ જ પ્રાચીન ભાષામાં ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થાય છે.

ભારતને ક્રિકેટની રમતે જાણે ઘેલું લગાડયું છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિકેટના ફેન્‍સની સંખ્‍યા બહુ મોટી છે. ક્રિકેટને સામાન્‍ય રીતે અંગ્રેજોની રમત કહેવામાં આવે છે. પરંતુ ભારતના મધ્‍યપ્રદેશના પાટનગર ભોપાલમાં સંસ્‍કળત ભાષામાં ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવી રહ્‍યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટૂર્નામેન્‍ટમાં ભાગ લઈ રહેલી ટીમના ખેલાડીઓ ધોતી અને કૂર્તામાં ક્રિકેટ રમી રહ્‍યા છે.

ભોપાલમાં યોજાનાર આ ટૂર્નામેન્‍ટમાં મધ્‍ય પ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાંથી ધોતી અને કૂર્તા પહેરીને સંસ્‍કળત ભાષાના પંડિતોની ૧૬ ટીમ ક્રિકેટ રમવા માટે જોડાઈ રહી છે. ‘જેન્‍ટલમેન ગેમ' ક્રિકેટ હવે ધોતી અને કૂર્તામાં પરંપરાગત શૈલીમાં રમાય છે. મેચની કોમેન્‍ટ્રી પણ સંસ્‍કળત ભાષામાં કરવામાં આવશે. દર્શકો પણ સંસ્‍કળતમાં ધોતી અને કૂર્તા પહેરેલા ખેલાડીઓનું મનોબળ વધારી રહ્‍યા છે.

શરૂ થયેલ આ ટૂર્નામેન્‍ટ ૯ તારીખ સુધી યોજાશે. આ ઇવેન્‍ટ સંસ્‍કળત ક્રિકેટ ટૂર્નામેન્‍ટની પાંચમી આવળત્તિ છે. બેટ્‍સમેનને વલ્લક, બોલરને ગેંદક, પીચને ક્ષિપ્‍યા, બોલને કુંદુકમ, વિકેટકીપરને સ્‍તોભરક્ષક, સિક્‍સને ષટકમ, ફોરને ચતુષ્‍કમ, રનને ધાવનમ અને ફિલ્‍ડરને ક્ષેત્રરક્ષક નામ આપવામાં આવ્‍યું છે. આયોજકોના જણાવ્‍યા અનુસાર ટૂંક સમયમાં ફૂટબોલ અને હોકીનું પણ સંસ્‍કળતમાં આયોજન કરવામાં આવશે.