લોગ વિચાર :
મહાકુંભનાં 144 વર્ષ બાદ બનેલા સંયોગને લઈને શ્રધ્ધાળુઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના ખુણે ખુણામાંથી લોકો મહાકૂંભમાં આવી રહ્યા છે.ભીડનું કારણ એટલુ તો છે કે સંગમ જતા દરેક રસ્તા જામ થઈ ગયા છે.નેશનલ હાઈવેથી માંડીને પ્રયાગરાજ શહેરમાં પણ વાહનોનો જમાવડો થઈ ગયો છે.
દરેક માર્ગો પર ટ્રાફીકજામ થઈ ગયો છે. ટ્રાફીક જામ માત્ર પ્રયાગરાજમાં નહિ પણ તીર્થસ્થળ અને અયોધ્યામાં પણ થઈ ગયો છે. પ્રયાગરાજમાં લોકો મહાકુંભમાં પૂણ્યની ડુબકી લગાવનારા શ્રધ્ધાળુઓ પ્રયાગરાજની યાત્રાની સાથે સાથે અયોધ્યામાં પણ યાત્રા કરી રહ્યા હોવાના કારણે આ તીર્થસ્થળો પણ શ્રધ્ધાળુઓથી છવાઈ ગયા છે.એક સાથે યાત્રાળુઓનો સમુહ પ્રયાગરાજની સાથે સાથે અયોધ્યા અને કાશી પહોંચ્યા હતા.
વીક એન્ડમાં મહાકુંભ પહોંચનારાઓએ પ્લાન કઈંક આ રીતે બનાવ્યો હતો. પહેલા સંગમમાં ડૂબકી લગાવવાની ઈચ્છા પુરી કરી, ત્યારબાદ અયોધ્યામાં બાલક રામના દર્શન કર્યા. બાદમાં કાશીમાં બાબા વિશ્વનાથનાં દર્શન કર્યા હતા.ત્રણ-ચાર દિવસની રજામાં આ ત્રણેય તીર્થસ્થળોને જોડતા માર્ગો પર જબરજસ્ત ભીડ રહી હતી અને લોકો કલાકો સુધી ટ્રાફીક જામમાં ફસાયેલા રહ્યા હતા.
પ્રયાગરાજ
મહાકુંભના કારણે અહીં ઉમટી પડેલી ભીડના કારણે સ્ટેશન પર રેલવેએ અમૃત સ્નાન માટે બનાવવામાં આવેલ નિયમો ફરી લાગુ કરી દીધા છે. મોટાભાગનાં પુલ બંધ કરી દીધા અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ જયાં પણ નદી કિનારે હોય ત્યાં સ્નાન કરી લે. હાલ પરિસ્થિતિ એ છે કે કેટલાંક લોકોને મહાકૂંભ મેળા ક્ષેત્રમાં પહોંચવા માટે 25 થી 30 કિલોમીટર સુધી પગપાળા જવુ પડે છે તો હાઈવેમાં ટ્રાફિક જામ છે.
અયોધ્યા
રામનગરીમાં રવિવારે લગભગ 10 લાખ શ્રધ્ધાળુઓની ભીડ પહોંચી હતી, ભીડને નિયંત્રીત કરવા માટે 17 જગ્યાઓ પર લાગેલા બેરિયર બંધ કરવા પડયા હતા. રામમંદિર અને હનુમાનગઢીથી બે કિલોમીટરથી જ રૂટ ડાયવર્ઝન અને ક્રાઉડ હોલ્ડીંગ કરવામાં આવ્યું હતું.
દર્શનનો સમય વધાર્યા પછી પણ લોકોને બાલકરામનાં દર્શન માટે બેથી ત્રણ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડે છે. અયોધ્યાનાં ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર માધ પૂર્ણિમા સુધીમાં 20 લાખથી વધુ લોકો પહોંચવાનું અનુમાન છે.
કાશી
વીક એન્ડમાં મહાકુંભથી પરત ફરેલ ભીડના કારણે રવિવારે હાઈવે અને તેની સાથે જોડાયેલ શહેરના બધા રસ્તા ચોક થઈ ગયા છે. કાશી વિશ્વનાથ મંદિરવાળા રસ્તા પર તો પગ રાખવાની જગ્યા પણ નહોતી રાની તળાવથી મોહનસરાય સુધી લગભગ અઢી કલાકનું અંતર કાપવામાં બાઈક સવારોને દોઢ કલાક લાગ્યો હતો.
બીજી બાજુ વારાણસીનાં કેન્ટ રેલ્વે સ્ટેશને જયારે યાત્રીઓને જગ્યા ન મળે તો બન્ને ટ્રેનોનાં એન્જીન પર જ કબજો જમાવીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.