લોગ વિચાર :
અનિચ્છનીય કોલ્સ અને સાયબર છેતરપીંડી રોકવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગે બ્લક સિમકાર્ડ માટેની માર્ગદર્શિકામાં ફેરફાર કર્યો છે.અગાઉ નવા જથ્થાબંધ સિમ રિટેલર્સના માધ્યમથી જારી કરી શકાતા હતાં. પરંતુ હવે માત્ર ટેલિકોમ કંપનીને જ આવા કનેકશન આપવાની મંજૂરી આપવામાં આવશે.
આનાથી સાયબર ફ્રોડ અને અનિચ્છનીય કોલને રોકવામાં ઘણી મદદ મળશે.નવા નિયમ અનુસાર, કંપની એક સમયે માત્ર 100 સિમકાર્ડ ઈશ્યુ કરશે.મશીન ટુ મશીન કોમ્યુનિકેશન માટે સિમ કાર્ડ આપવામાં આવશે નહી.
નવું સિમ જારી કરતા પહેલા, કંપનીએ પહેલા ખરીદનારના સરનામાની સાચી રીતે ચકાસણી કરવી પડશે.આ સિવાય જે કંપનીનું સિમકાર્ડ આપવામાં આવશે.તેણે ગ્રાહક પાસેથી એફિડેવિટ લેવું પડશે કે આ સિમકાર્ડનો કોઈ દુરૂપયોગ નહીં થાય
નવી નંબર સીરીઝ બહાર પાડવામાં આવી
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈએ સંયુકત રીતે નવી મોબાઈલ નંબર સિરીઝ બહાર પાડી છે. આ અંતર્ગત 140 મોબાઈલ નંબર સીરિઝથી પ્રચાર માટે કોલીંગ મેસેજીસ આવશે જયારે 160 નંબર સીરીઝથી નાણાકીય વ્યવહારો અને સર્વિસ વોઈસ કોલ આવશે. એવો અંદાજ છે કે આગામી દિવસોમાં આ નંબર સીરીઝને ટેલિકોમ ઓપરેટર્સ Jio,Airtel અને Voda દ્વારા દેશભરમાં લાગુ કરવામાં આવશે.
6.80 લાખ જોડાણો સંભવિત છેતરપિંડીથી મુકત
ટેલિકોમ્પ્યુનિકેશન વિભાગે અંદાજે 6.80 લાખ મોબાઈલ કનેકશનની ઓળખ કરી છે જે અમાન્ય, અસ્તિત્વમાં નથી અથવા નકલી/ નકલી ઓળખ પુરાવા અને સરનામાના પુરાવા KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા હોવાની શંકા છે.
વિભાગે ગુરૂવારે જણાવ્યું હતું કે, એડવાન્સ્ડ AI સંચાલિત વિશ્લેષણ દ્વારા શંકાસ્પદ કપટપૂર્ણ જોડાણોની ઓળખ કરવામાં આવી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે લગભગ 6.80 લાખ મોબાઈલ કનેકશન્સને સંભવિત છેતરપિંડી તરીકે દર્શાવ્યા છે.