દશામાની મૂર્તિ-શણગાર, પૂજાપાની ખરીદી શરૂ

લોગ વિચાર :

આગામી શનિવારે અમાસના દિવસે દશામાના વ્રતનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે બજારોમાં 6 ઇંચથી માંડી 8 ફૂટ સુધીની દશામાની મૂર્તિઓની ખરીદી સાથે માતાજીની માંડવી, શણગાર, ચૂંદડી, પૂજાપો, દીવડા સહિતની ચીજવસ્તુઓની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ગુંદાવાડી મેઇન બજારમાં અમૃત પ્રોવિઝન સ્ટોર્સના રમેશભાઇ અને કમલેશભાઇ નકુમના જણાવ્યા પ્રમાણે આગામી શનિવારથી 10 દિવસ સુધી દશામાં વ્રત ઉજવાશે. અત્યારે ત્યાંથી દશામાની મૂર્તિ સાથે શણગાર, પૂજાપાની એડવાન્સ ખરીદી માટે ધર્મપ્રેમી બહેનોનાં ઓર્ડરો બુક થઇ રહ્યા છે. આગામી શુક્ર અને શનિવારે ઓર્ડર મુજબની મૂર્તિઓ બહેનો પરિવારજનો મંડળની બહેનો લઇ જશે. 10 દિવસ સુધી દશામાના વ્રતની ભક્તિભાવે ઉજવણી બાદ 11 દિવસે મૂર્તિઓનું વાજતે-ગાજતે વિસર્જન કરાશે. રેગ્યુલર સાઇઝની અઢી ફૂટની મૂર્તિઓની સારી ડિમાન્ડ હોય છે. 6 ઇંચથી 8 ફુટ સુધીની દશામાની મૂર્તિઓનું વેચાણ થઇ રહ્યું છે.