લોગવિચાર :
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. બંને પોતાની નવી સફરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે બંને આવનારા બાળક માટે આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા.
આ દરમિયાન બંને ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. રણવીરે ક્રીમ કલરનો કુર્તો પાયજામા પહેર્યો હતો. જ્યારે દીપિકાએ ગ્રીન કલરની સાડી પહેરી હતી. બંને એકબીજાનો હાથ પકડીને મંદિર પહોંચ્યા. તેમની સાથે બંનેના માતા પિતા અને અન્ય પરિવારજનો પર હતા.
આ પછી બંનેએ દર્શન તથા આરતી કરી. દર્શન કર્યા બાદ બંને ત્યાં હાજર લોકોને મળ્યા. ચાહકોને તે બંનેની સ્ટાઈલ અને તેઓ કેવી રીતે ભારતીય પરંપરાઓનું પાલન કરી રહ્યા છે તે ગમ્યું.
જ્યારે કેટલાકે ટિપ્પણી કરી હતી કે બાળકને તેના આગમન પહેલા જ ભગવાનના આશીર્વાદ મળી ગયા હતા. દીપિકાની ડિલિવરી ડેટની વાત કરીએ તો થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે એક્ટ્રેસની ડિલિવરી ડેટ 28 સપ્ટેમ્બર છે.
બંને કલાકારો બાળક માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે. ઘરમાં બાળકની નર્સરી પણ તૈયાર કરવામાં આવી છે અને હવે બંને બાળકના ઘરે સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે.