લોગ વિચાર :
ડંકી રૂટથી લોકોને અમેરિકા મોકલનારા એક એજન્ટની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ અત્યાર સુધી છ એજન્ટોની ધરપકડ કરી ચુકી છે. એજન્ટની પૂછપરછ ચાલી રહી છે.
માનવામાં આવે છે કે, આરોપી પોલીસ પૂછપરછમાં કેટલાક મોટા રહસ્ય ખોલી શકે છે. એજન્ટનું નામ અમિત અરોરા છે. મહત્ત્વપૂર્ણ છે કે ડંકી રૂટથી અમેરિકા ગયેલા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ પંજાબ-હરિયાણા અને ગુજરાતના લોકો હતા.
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મામલે પંજાબ પોલીસે તપાસ હાથ ધરી છે. પંજાબ પોલીસે એક ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરી છે જે હરિયાણાના કુરૂક્ષેત્રના થાનેસરમાં રહે છે.
પંજાબ પોલીસે તેની પટિયાલાથી ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસ તપાસમાં કબૂલ કર્યુ કે તેને 9 દેશમાં થઇને લોકોને અમેરિકા પહોંચાડ્યા હતા.