ધોની અને સનીએ દુબઈ મેચનો આનંદ માણ્યો

લોગ વિચાર :

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અને બોલિવૂડ અભિનેતા સની દેઓલ રવિવારે મુંબઈમાં એક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ભારત-પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી મેચ જોવા ગયા હતા.

ધોની પીળો ટી-શર્ટ અને ટ્રાઉઝર પહેરેલો જોવા મળ્યો હતો, જ્યારે દેઓલ ઘેરા બ્રાઉન પેન્ટની સાથે રાઉન્ડ ગ્રે ટી-શર્ટ પર હળવા લીલા રંગનું જેકેટ પહેરેલો જોવા મળ્યા હતા. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બ્લોકબસ્ટર મેચ જોવા માટે બંને જિયો હોટસ્ટાર સ્ટુડિયોમાં હાજર હતા.

ધોની અને સન્ની દેઓલે એકબીજાને ગળે લાગ્યા અને એકબીજા સાથે વાત પણ કરી હતી. બીજી તરફ ભારતીય ઝ20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ સ્ટેડિયમમાં દર્શકોની વચ્ચે જોવા મળ્યા હતા. મેચ દરમિયાન ટી20 ટીમના સભ્યો તિલક વર્મા અને અભિષેક શર્મા પણ સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા.