લોગવિચાર :
ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની અને તેનો બાઈક પ્રત્યેનો પ્રેમ આખી દુનિયામાં પ્રખ્યાત છે. દિગ્ગજ ક્રિકેટર પાસે તેના ગેરેજમાં બાઈકનું વૈવિધ્યસભર કલેકશન છે.
હાલમાં ધોની પોતાના એક ફેનની સુપરબાઈકને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો હતો. તે ફેનની રોયલ એનફીલ્ડ સુપરબાઈક પર ઓટોગ્રાફ આપ્યા બાદ પોતાને રોકી શકયો નહોતો. તેણે ફેનને પાછળ બેસાડીને બાઈકની એક રાઈડ માણી હતી.