તમને લગ્નમાં સોનાના ઘરેણાં મળ્યા છે? તો હવે તમારે ટેક્સ ભરવો પડશે

લોગ વિચાર.કોમ

જો તમને લગ્ન, તહેવાર કે કોઈ ખાસ પ્રસંગે સોનાનાં ઘરેણાં, સિક્કા, બુલિયન કે ડિજિટલ ગોલ્‍ડ ગિફ્‌ટ મળે છે તો સાવધાન થઈ જજો. જો સોનાની કિંમત રૂ. ૫૦,૦૦૦થી વધુ હશે તો એ અન્‍યસ્ત્રોતોમાંની આવક એટલે કે આવક અન્‍ય સ્રોતોમાં સામેલ થાય છે. તો એના પર ટેક્‍સ ચૂકવવાનો રહેશે.

ઇન્‍કમ ટેક્‍સ એક્‍ટ મુજબ લગ્ન દરમિયાન મળેલી ગિફ્‌ટ્‍સ (જેમ કે સોનું, રોકડ વગેરે) પર કોઈ ટેક્‍સ લાગતો નથી. લગ્નના પ્રસંગે મળેલા ગિફ્‌ટ્‍સને ટેક્‍સ ફ્રી માનવામાં આવે છે, પરંતુ જો કોઈ અન્‍ય પ્રસંગે તમને ગિફ્‌ટ મળ્‍યું હોય અને તેનું મૂલ્‍ય રૂ. ૫૦,૦૦૦ કરતાં વધુ હોય, તો તેના પર ટેક્‍સ લાગશે. ખાસ વાત એ છે કે લગ્નના ગિફ્‌ટ માટે કોઈ મૂલ્‍ય મર્યાદા નથી તે સંપૂર્ણપણે ટેક્‍સ ફ્રી હોય છે.

ટેક્‍સના નિયમો કહે છે કે ભલે લગ્નમાં મળેલા સોના પર તરત તો ટેક્‍સ ન લાગતો હોય, પરંતુ જ્‍યારે તમે આ સોનું વેચશો, ત્‍યારે વેચાણથી મળેલા નફા પર કેપિટલ ગેઇન ટેક્‍સ લાગશે. આ સંદર્ભે, જે દિવસ તે સોનું ગિફ્‌ટ મળ્‍યું હોય એ દિવસે બજાર ભાવને ખરીદીની કિંમત માનવામાં આવશે.

કેપિટલ ગેઇન ટેક્‍સઃ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ

જો તમે સોનું ૩૬ મહિનાની અંદર વેચો છો, તો તે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (STCG)માં આવે છે. આ નફો તમારી સામાન્‍ય આવકમાં ઉમેરવામાં આવે છે અને તમારા ટેક્‍સ સ્‍લેબ મુજબ ટેક્‍સ ભરવો પડે છે.

જો તમે સોનું ૩૬ મહિનાથી વધુ સમય બાદ વેચો છો, તો તે લોન્‍ગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણાય છે. આવા નફા પર ૨૦ ટકા રેટે ટેક્‍સ લાગશે અને સાથે ઇન્‍ફ્‌લેશનના ધોરણે ઇન્‍ડેક્‍સેશનનો લાભ પણ મળશે.

ભલે, લગ્નમાં મળેલા સોના પર સીધો ટેક્‍સ લાગતો નથી, પણ જ્‍યારે તેને વેચવામાં આવે, ત્‍યારે એ વર્ષની ઇન્‍કમ ટેક્‍સ રિટર્નમાં કેપિટલ ગેઇનનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તમે આ ગિફ્‌ટને તમારા Exempt Income વિભાગમાં દર્શાવી શકો છો, જેથી ટેક્‍સ અધિકારીઓ સમજી શકે કે આ લગ્નમાં મળેલી ગિફ્‌ટ છે.