લોગવિચાર :
દીપોત્સવી પર્વ રામનગરી અયોધ્યા અધધધ 28 લાખ દીપથી ઝળહળી ઉઠી હતી. જેમાં સરયુ નદીના 55 ઘાટો પર 25 લાખથી વધુ દીવડાઓ પ્રજવલિત કરાયા હતા. 500 વર્ષના એતરાલ બાદ રામ મંદિરમાં રામલલાના આગમનને કારણે અયોધ્યાની આ દીપોત્સવી દિવ્ય અને અલૌકિક બની રહી હતી.
આ વર્ષે દીપોત્સવી પર્વ લંકા પર વિજય બાદ ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણનું પુષ્પક વિમાનમાં આગમનનું દ્રશ્ય જીવંત બન્યું હતું. પૂરી અયોધ્યાનગરીએ રોશનીના સોળે શણગાર સજ્યા હતા. રામના રાજ્યાભિષેક દરમિયાન પુષ્પવૃષ્ટિ થઇ હતી.