લોગ વિચાર :
કૂતરા પોતાના માલિકની સાથે સાથે તેમના સાથી મિત્રોને પણ મહત્વ આપવામાં પાછળ નથી રહેતા. કર્ણાટકના કોપ્પલમાં આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક પાલતુ ડોબરમેન કૂતરાએ બીજા કૂતરાનો જીવ બચાવવા માટે રક્તદાન કર્યું હતું. લેબ્રાડોર કૂતરો હજુ પણ સ્વસ્થ છે.
કોપલના પશુચિકિત્સક ડો. જી ચંદ્રશેખર સાથે નવ વર્ષનો લેબ્રાડોર કૂતરો બીમાર હાલતમાં આવ્યો. તેને તાત્કાલિક લોહીની જરૂર હતી. આવી સ્થિતિમાં ત્રણ વર્ષના ડોબરમેન ભૈરવનું નામ સામે આવ્યું.
ભૈરવના માલિક ડો. બસવરાજ પૂજારની સંમતિ મળ્યા બાદ કૂતરાના શરીરમાંથી લોહી લેવામાં આવ્યું હતું.