લોગ વિચાર :
તાંબાના વાસણમાં પાણી પીવાની પરંપરા ભારતમાં સદીઓથી ચાલી રહી છે. આયુર્વેદમાં તાંબાના વાસણમાં રાખેલ પાણીને આરોગ્ય માટે ફાયદાકારક ગણાવાયું છે.એવું માનવામાં આવે છે કે તાંબાના વાસણમાં રાખવાથી પાણી શુધ્ધ થઇ જાય છે અને તેમાં ગુણ શરીરને ઘણો ઘણા ફાયદા પહોંચાડે છે.
આયુર્વેદ અનુસાર તાંબાના વાસણમાં રાખેલ પાણી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. તાંબુ એક કુદરતી એટી-માઇક્રોબિયલ ધાતુ છ, જે પાણીમાં રહેલ હાનિકારક બેકટેરીયા, વાયરસ અને ફંગસને નષ્ટ કરે છે. આ ઉપરાંત તાંબના વાસણમાં રાખેલ પાણી પીવાથી શરીરને લાજવાબ ફાયદાઓ થાય છે.
પાચનતંત્ર મજબૂત બનાવ : તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.તે પેટનો ગેસ, એસીડીટી અને કબજીયાત જેવી તકલીફો દૂર થાય છે
ચામડી માટે ફાયદાકારક : તાંબામાં એન્ટી-ઓકસીડટ ગુણ છે, જે ત્વચાને સ્વસ્થ, અને ચમકદાર બનાવી રાખે છે, તે કરચલીઓ અને વયવધારાના લક્ષણોને ઘટાડવામાં પણ મદદ કરે છે.
રોગ પ્રતિકારક શકિતમાં વધારો : તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી ઇમ્યુનીટિ વધુ છે. તે શરીરને સંક્રમણ અને રોગો સામે લડવાની શકિત આપે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ : તાંબાના વાસણમાં રાખેલ પાણીથી મેટાબોલીઝમ વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
સાંધાના દુખાવામાં આરામ : તાંબામાં અન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હાયે છે, જે સાધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી આરોગ્ય માટે ફાયદાકારક છે પણ જો તે રીતે ઉપયોગ ના કરવામાં આવે તો તે નુકસાનકારક પણ બની શકે છે.તાંબાના વાસણમાં પાણી રાખવાની સાચી રીત એ છે કે તેને ૮-૧૦ કલાકથી વધે છે સમય સુધી તાંબાના વાસણમાં ના ં રાખવું જો પાણીને તાંબાના વાસણમાં લાંબા સમય સુધી રાખવામા આવે તો પાણીમાં તાંબાની માત્રા વધી કોપર ટોક્ષીસીટી એટલે કે તાંબાની અધિકમાત્રા એક એવી સ્થિતી છે, જયારે શરીરમાં તાંબાની માત્રા સામાન્યથી વધારે થઇ જાય છે. તાંબુ શરીર માટે એક જરૂરી મીનરલ છે પણ તેનું વધારે પ્રમાણ આરોગ્ય માટે હાનિકારક છે.
કોપર ટોક્ષીસીટીના લક્ષણો
પેટમાં દુખાવો અને વીંટ : તાંબાની વધારે માત્રાથી પેટમાં દુખાવો, વીંટઅને ઉલ્ટી જેવી તકલીફો થઇ શકે છે.
માથાનો દુખાવો અને ચકકર આવવા : કોપર ટોક્ષીસીટીના કારણે માથાનો દુખાવો, ચકકર આવવા, થાકનો અનુભવ થઇ શકે છે.
લીવર અને કીડનીને નુકસાન : તાંબાની વધારે માત્રાથી લીવર અને કીડનીને નુકસાન થઇ શકે છે, જે ગંભીર તકલીફોનું કારણ બની શકે છે.
માનસિક તકલીફો : કોપર ટોક્ષીસીટીના કારણે ચિંતા, અવસાદ અને મૂડ સ્વીંગ જેવી માનસિક સમસ્યાઓ થઇ શકે છે.
ચામડીની તકલીફા કોપર ટોક્ષીસીટીથી ચામડી પર ફોડલીઓ, ખંજવાળ જેવી તકલીફો થઇ શકે છે.
કેવી રીતે બચવું કોપર ટોક્ષીસીટીથી?
તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા મેળવવા માટે જરૂરી છે કે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે. કેટલીક વાતોનું ધ્યાન રાખીને તમે કોપર ટોક્ષીસીટીથી બચી શકો છો.
પાણીને લાંબો સમય તાંબાના વાસણમાં ના રાખો : તાંબાના વાસણમાં પાણીને ૮-૧૦ કલાકથી વધારે ના રાખો. તેનાથી પાણીમાં તાંબાની માત્રા સામાન્ય રહે છે.
સાચા વાસણની પસંદગી કરો : તાંબાનું વાસણ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે શુધ્ધ તાંબાનું હોય નકલી અથવા મીલાવટી તાંબાના વાસણ આરોગ્ય માટે હાનિકારક બની શકે છે.
બેલેન્સ ડાયેટ લો : તાંબાની વધારે માત્રાથી બચવા બેલેનસ ડાયેટ લેવો જરૂરી છે.તાંબાથી ભરપુર ફૂડ આઇટમ્સનું સેવન સીમીત પ્રમાણમાં કરો.
રેગ્યુલર ટેસ્ટ કરાવો : જો તમે તાંબાના વાસણમાં પાણી પીતા હો તો, નિયમિત રીતે પોતાના શરીરમાં તાંબાની માત્રાની તપાસ કરાવો. તેનાથી તમે કોપર ટોક્ષીસીટીના જોખમથી બચી શકો છો.