લોગ વિચાર.કોમ
‘ઓપરેશન સિંદુર’માં ભારત તરફથી જોરદાર માર ખાધા બાદ સીઝફાયર પછી સીમા પર હાલ શાંતિ છે ત્યારે ગઈકાલે પાકિસ્તાન તરફથી દિલ્હીમાં એક મુસીબત આવી પડી હતી. જો કે તે માનવ સર્જીત નહીં, કુદરતી હતી. પાકિસ્તાન તરફથી આવેલી ધૂળ ભરી આંધીએ હવામાં ઝેર ભેળવી દેતા વાતાવરણ પ્રદુષિત બન્યું હતું.
અહેવાલો અનુસાર દિલ્હી- એનસીઆરના લોકો માટે 15 મેની સવારે એક નવી મુસીબત આવી હતી. આકાશમાં ફેલાયેલી ધુળની ચાદરે માત્ર સૂરજની રોશનીને જ નહોતી ઢાંકી, બલકે શ્વાસ લેવો પણ મુશ્કેલ કરી દીધો હતો.
પાકિસ્તાનના ઉતરી વિસ્તારમાંથી ઉઠેલી આ ધૂળ ભરેલી આંધીએ ભારતની રાજધાની અને આસપાસના વિસ્તારોની હવાને પણ ઝેરી બનાવી દીધી હતી. પાકિસ્તાનથી શરૂ થયેલી ધૂળ ભરી આંધી પશ્ચિમી હવાઓથી ભારત પહોંચી હતી.