લોગ વિચાર :
ખાનગી સ્કુલોમાં ભણી રહેલા ઓછી આવકવાળા છાત્ર-છાત્રાઓને પ્રવેશ ન અપાતા આ છાત્ર-છાત્રાઓના વાલીઓએ દિલ્હી હાઈકોર્ટનો આશરો લેવો પડયો છે. હાઈકોર્ટે પરિવારજનોની અરજી પર 35 છાત્રોને રાહત આપી છે.
કોર્ટે ખાનગી શાળાના છાત્રોના ભણતરને અસર ન કરવાના નિર્દેશ આપ્યો છે. સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈડબલ્યુએસ (ઈકોનોમીક સેકશન) આર્થિક પછાત કોટા અંતર્ગત નર્સરીમાં પ્રવેશ મેળવનાર છાત્ર 12માં ધોરણ સુધી વિનામૂલ્યે શિક્ષણ મેળવવાનો હકદાર છે.
ખરેખર તો સત્ર 2024-25માં ઘણી બધી ખાનગી શાળાઓએ ઈડબલ્યુએસ કોટાથી આઠમુ ધોરણ પાસ કરનાર છાત્રોનું નામ કાપી નાખ્યું છે. સ્કુલોનું કહેવું હતું કે નર્સરીથી અત્યાર સુધી ઈડબલ્યુએસ કોટામાં ભણી રહેલા છાત્રોને આગળનું ભણતર ચાલુ રાખવા માટે પુરી ફી ભરવી પડશે.
આ મુદ્દાને લઈને વરિષ્ઠ વકીલ અશોક અગ્રવાલ તરફથી હાઈકોર્ટમાં શિક્ષણનો અધિકાર અધિનિયમ 1973 અંતર્ગત અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરીને હાઈકોર્ટે છાત્રોને બીજી વાર પ્રવેશ આપવાનો વચગાળાનો આદેશ પસાર કર્યો છે.
ન્યાયમૂર્તિ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે એક ખાનગી સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓના નામ કાપવા પર વાંધો ઉઠાવી કહ્યું હતું કે મુદ્દો ખૂબ જ ગંભીર છે. કોઈપણ સંજોગોમાં બાળકોના ભણતરને અસર ન થવી જોઈએ. સ્કુલ તાત્કાલિક છાત્રોને બીજીવાર એડમીશન આપે.