EDએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ સહિત 15 સ્થળો પર દરોડા

લોગવિચાર :

ચાઇલ્ડ પોર્નોગ્રાફી સહિતના વિવાદમાં ફસાયેલા બોલીવૂડના યુગલ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાના નિવાસે આજે સવારથી જ એન્ફોર્સમેન્ટ વિભાગે દરોડા શરુ કર્યા છે. મુંબઇમાં તેમના નિવાસ ઓફિસ સહિતના 15 સ્થળોએ આ પ્રકારે દરોડાની કાર્યવાહી ચાલે છે.

ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં રાજ કુન્દ્રાએ જંગી કમાણી કરી હતી અને તેના નાણાં વિદેશ પણ મોકલી દીધા હોવાનું માનવામાં આવે છે. જેમાં તેના પર મનીલોન્ડ્રીંગનો આરોપ છે. આઇપીએલમાં સટ્ટાકાંડ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી જેવા ધંધામાં સંડોવાયેલા રાજ કુન્દ્રા અગાઉ બે મહિના જેલમાં પણ જઇ આવ્યો છે અને હાલ તે જામીન પર છે.

મોબાઇલ એપ મારફત અશ્લિલ સામગ્રી તૈયાર કરીને તે વહેંચતો હતો અને તેમાં વિદેશી કરપ્શન પણ ઝડપાયું હતું અને જંગી નાણાની હેરફેર વિદેશમાં તેણે કરી હોવાનું માનવામાં આવે છે.

રાજ કુન્દ્રા પર અનેક ગંભીર કલમો લગાવવામાં આવી છે. તેણે હોટશોટ નામની મોબાઇલ એપ્લીકેશન મારફત આ ચાઇલ્ડ પોર્નોગ્રાફી વહેંચી હતી અને તેમાં તેની બ્રિટન સ્થિત કંપની પણ સંડોવાઇ છે. અગાઉ તેના આઇટી ડીરેક્ટર સહિતના અનેકની ધરપકડ કરવામાં આવી હતી.