સુરત એરપોર્ટ પર ફાઈટર એરક્રાફ્ટ તેજસનું ઈમરજન્સી લેન્ડિંગ

લોગ વિચાર :

ફાઇટર વિમાન તેજસને  સુરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તેજસ વિમાનને ટેકઓફ કરતા પહેલા તમામ પાસાઓની ખાસ ચકાસણી કર્યા બાદ જ તેને ટેકઓફ કરવામાં આવતું હોય છે. તેમ છતાં  સુરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી.

તેજસ વિમાનના સેન્સરમાં ખામી સર્જાવાના કારણે તેમાં ફયૂઅલ ઓછું હોવાનું દર્શાવવામાં આવતું હતું. ફયૂઅલ ઓછું હોવાનો મેસેજ મળતા જ તેજસ વિમાનના પાયલટે તેની જાણ એરપોર્ટના ટ્રાફિક કંટ્રોલરને કરી હતી. નજીકમાં સુરત એરપોર્ટ હોવાને લીધે તેજસનું સુરત એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે, તેજસ વિમાનમાં ફયૂઅલની માત્રા તો બરાબર જ હતી. પરંતુ તેના સેન્સરમાં ખામી સર્જાવાને કારણે ફયૂઅલ ઓછું હોવાનુ દર્શાવવામાં આવતું હતું. જેથી તકેદારીના ભાગરુપે તેજસનું સુરત એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું.