લોગવિચાર :
કોઈ અકસ્માતમાં શરીરના કોઈ ભાગનું હાડકુ તૂટીને ભુકકો થઈ જાય તે કોઈ નવી વાત નથી. આ સમસ્યાના સમાધાન માટે અનેક કૃત્રિમ ઉપાય અપનાવવામાં આવે છે પણ આઈઆઈટી કાનપુર એક ડગલુ આગળ વધ્યુ છે.
બાયો સાયન્સીઝ એન્ડ બાયો એન્જીનીયરીંગ વિભાગની લેબમાં એવુ મટીરીયલ બનાવી લેવાયું છે.જે હાડકાના તૂટેલા ભાગને ફરીવાર બનાવી દેશે.પ્રોફેસર અશોકકુમારે જણાવ્યું હતું કે આઈસીએમસીઆરની મંજુરી બાદ આ રી-જેનેરેટીવ થેરેપીની કિલનીકલી ટ્રાયલ ચાલુ છે. નિયમાકીય મંજુરી બાદ એક દોઢ વર્ષમાં આ થેરેપી બજારમાં ઉપલબ્ધ થશે.
માત્ર 15 મીનીટમાં પેસ્ટ સખ્ત
આપણા શરીરમાં કોઈ ભાગનું કોઈ હાડકુ પુરેપુરૂ તૂટીને ભૂકકો થઈ જાય તો તમામ ઈલાજ છતાં શરીરમાં કેટલીક ખામી રહી જાય છે. ટીબી અને કેન્સરની સ્થિતિમાં હાડકા સંબંધીત ભાગને કાપવાની પણ મજબુરી રહે છે.
લેબમાં નેનો હેમેહાઈટ્રેટના મિશ્રણમાં પાણી મેળવ્યા બાદ પેસ્ટ બનાવાય છે. આ પેસ્ટને ઈન્જેકશનની મદદથી અસરગ્રસ્ત અંગ સુધી પહોંચાડવામાં આવી હતી.
પરિણામો આશ્ચર્યજનક હતા ખાસ પ્રકારની આ પેસ્ટ હાડકાઓને ઠીક કરનાર ઓસ્ટીપોઈન્ડકિટવ અને નવા હાડકાના વિકાસ માટે જરૂરી તત્વ ઓસ્ટિયાપ્રોમોટીવ જેવા ગુણ છે.
પેસ્ટનાં જૈવિક રૂપે ખુબ જ અનુકુળ હોવાના કારણે આ હાડકાનાં ઓસ્ટિયોબ્લાસ્ટ સેલ સાથે પરસ્પર ક્રિયા કરે છે ઓસ્ટિયો બ્લાસ્ટ કોશીકાઓ જ હાડકાનાં બનવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. પ્રોફેસર અશોકે જણાવ્યું હતું કે હાડકામાં પહોંચ્યાનાં 15 મીનીટ બાદ જ આ માઈક્રોપારસ જેલ બિલકુલ સખ્ત થઈ જાય છે.