લોગ વિચાર :
જલવાયુ પરિવર્તનના કારણે ઠંડક પહોંચાડનારનું ‘લા નીના’ પણ તેની અસર ખોઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે ભવિષ્યમાં લાનીના દરમ્યાન પણ ભીષણ ગરમી અને લાંબો હીટવેવ જોવા મળી શકે છે. ભારતમાં આ વર્ષે સામાન્યથી વધુ તાપમાન રહેવા અને જલદી ગરમી શરૂ થવાની સંભાવનાઓ દરમ્યાન એક અભ્યાસમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વૈજ્ઞાનિકોના અનુસાર લા નીના પ્રશાંત મહાસાગરમાં સમુદ્રી તાપમાનને ઠંડી કરીને દુનિયાના અનેક ભાગોમાં ઠંડક વધારે છે. પરંતુ જલવાયુ પરિવર્તનના કારણે આ અસર નબળી પડી રહી છે.
આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી ગાંધીનગરના વિશેષજ્ઞોનું કહેવુ છે કે, વૈશ્વિક તાપમાનમાં સતત વૃધ્ધિથી હવે લા નીના પણ ગરમીથી રાહત નહિં અપાવી શકે.
આ અધ્યયન વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન અને યુરોપનાં કોપરનિકસ કલાયમેટ ચેન્જ સર્વીસનાં રિપોર્ટની સાથે આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી ગાંધીનગરના વૈજ્ઞાનિકોનાં વિશ્લેષણ પર આધારીત છે.
ભારતમાં આ વખતે પણ ચાલુ રહેશે ગરમીનો ત્રાસ
હવામાન વિભાગ અનુસાર 2024 ની ગરમીઓમાં હીટવેવનાં સૌથી વધુ દિવસ રેકોર્ડ કરાયા હતા. જે 14 વર્ષમાં સૌથી વધુ છે. ફેબ્રૂઆરી 2024 માં 1901 બાદની સૌથી વધુ ગરમી ફેબ્રુઆરીમાં રહી.વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ વર્ષે પણ માર્ચથી જ ગરમી સામાન્યથી વધુ રહી શકે છે.
આ અસર થશે
* આવનારા વર્ષોમાં ગરમીનો સમયગાળો વધી શકે છે.
* હીટવેવ લાંબા સમય સુધી ચાલશે જેથી વૃદ્ધો અને બાળકોને ખતરો રહેશે
* ચોમાસાને પણ અસર પડી શકે છે. જેથી વરસાદની પેટર્ન બદલી શકે છે.
ગત વર્ષે જ 14 વર્ષમાં સૌથી વધુ હીટવેવ રેકોર્ડ
* 14 વર્ષમાં સૌથી વધુ હીટવેવ ગત વર્ષે રેકોર્ડ કરાયો
* 2024 માં પ્રશાંત મહાસાગરમાં ઠંડા-પાણીનું ક્ષેત્ર નબળુ રહ્યું
* લા નીના પ્રશાંત મહાસાગરમાં સમુદ્રી તાપમાનને ઠંડુ કરીને અનેક ભાગોમાં ઠંડક વધારે છે.