લોગ વિચાર :
વિશ્વમાં પ્રત્યેક 11 મો વ્યક્તિ ભૂખમરાથી પીડાઈ રહ્યો છે, વિશ્વની એક તૃતીયાંશ વસ્તી પાસે પોષણયુક્ત ખોરાક ખરીદવા માટે પૈસા નથી, આ માહિતી વિશ્વમાં ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિ વિશે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી એક રીપોર્ટમાં સામે આવી છે.
વૈશ્વિક સ્તરે, 233 કરોડ લોકો એવા છે જેમને નિયમિત ધોરણે પૂરતું ભોજન મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. વિશ્વમાં દરેક 11 મો વ્યક્તિ ભૂખમરાથી પીડાઈ રહ્યો છે. વર્ષ 2023ના આંકડા અનુસાર, વૈશ્વિક સ્તરે 73.3 કરોડ લોકો એવા છે જેઓને પૂરતું ભોજન મળતું નથી.
2019ની તુલનામાં, તેની સંખ્યામાં 15.2 કરોડનો વધારો થયો છે. આફ્રિકામાં દરેક પાંચમી વ્યક્તિ ભૂખમરાનો સામનો કરી રહી છે. વૈશ્વિક ખાદ્ય અસુરક્ષા કોવિડ-19 પહેલા કરતા હાલમાં વધારે છે. વિશ્વ પોષણના સંદર્ભમાં 15 વર્ષ પાછળ ગયું છે અને કુપોષણનું સ્તર 2008-09ના સ્તરે પહોંચી ગયું છે.
ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ 2024, સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન, કૃષિ વિકાસ આંતરરાષ્ટ્રીય ફંડ, યુનિસેફ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી રીપોર્ટ મુજબ 2030 સુધીમાં 58.2કરોડ લોકોને કુપોષણનો સામનો કરવો પડશે, રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો વર્તમાન સ્થિતિ ચાલુ રહેશે
તો 2030 સુધીમાં લગભગ 58.2 કરોડ લોકોને લાંબા સમય સુધી કુપોષણનો ભોગ બનવું પડશે. આ સ્થિતિ આફ્રિકા માટે વધુ ચિંતાજનક છે, કારણ કે આમાંથી લગભગ અડધા લોકો આફ્રિકા ખંડના છે.
ભૂખમરાથી છુટકારો મેળવવો હજુ ઘણો દૂર છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈકોનોમિસ્ટ મેક્સિમો ટોરીના જણાવ્યા મુજબ, આપણે ભૂખમરો, ખાદ્ય અસુરક્ષા અને કુપોષણથી વિશ્વને મુક્ત કરવાના લક્ષ્યથી હજુ ઘણા પાછળ છીએ. હાલમાં, આફ્રિકાની 20 ટકાથી વધુ વસ્તી ખોરાકની અછતથી પીડાય છે.
એક રિપોર્ટ અનુસાર, દક્ષિણ અમેરિકામાં આ દિશામાં સ્થિતિ કંઈક અંશે સુધરી છે, ત્યાંના 6.2 ટકા લોકો ખોરાકની અછતથી પીડાય છે. જો આપણે2022-23 વચ્ચેના સમયગાળા પર નજર કરીએ તો, પશ્ર્ચિમ એશિયા, કેરેબિયન દેશો અને આફ્રિકાના મોટાભાગના ભાગોમાં પરિસ્થિતિ પહેલાથી જ ખરાબ છે.
આફ્રિકાની 58 ટકા વસ્તી અમુક પ્રકારની ખાદ્ય અસુરક્ષાથી પ્રભાવિત છે. 2022માં 280 કરોડથી વધુ લોકો પોષણયુક્ત ખોરાક મેળવી શકતા નથી. ગરીબ દેશોમાં આ સમસ્યા વધુ ગંભીર છે, જ્યાં 71.5 ટકા વસ્તી તંદુરસ્ત પૌષ્ટિક આહાર મેળવી શકે તેમ નથી.
યુરોપમાં લોકો મોટાપાનો શિકાર બની રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, વિશ્વના 15 ટકા બાળકો હજુ પણ ઓછા વજનની સમસ્યાથી પીડાય છે. તે જ સમયે યુરોપમાં લોકોને વધુ પડતું ભોજન કરવાની આદત અને નશાના કારણે તેઓ મોટાપાનો શિકાર બની રહ્યા છે.
જયારે ગરીબ દેશોમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 22.3 ટકા બાળકો તેમની ઉંમર કરતા ઓછા વજનવાળા છે અને નબળાઈથી પીડાતા બાળકોની સંખ્યામાં પણ કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી બીજી તરફ મહિલાઓમાં એનિમિયાની સમસ્યા પણ પહેલા કરતા વધુ જોવા મળે છે.