દેશમાં ૩૦ વર્ષથી વધુ ઉંમરનો દર પાંચમો વ્યક્તિ બ્લડ પ્રેશરથી પીડાય છે

લોગ વિચાર :

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ શુક્રવારે જણાવ્યું હતું કે, 30 વર્ષથી વધુ વયના જે 35 કરોડ લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી તેમાંથી 4.2 કરોડ લોકો હાઈ બ્લડ પ્રેસરના અને 2.6 કરોડ લોકો ડાયાબીટીસથી પીડિત મળ્યા છે. આ આંકડાથી સ્પષ્ટ છે કે, 30 વર્ષથી વધુ વયના લગભગ 20 ટકા લોકો હાઈ બ્લડ પ્રેસરના કે ડાયાબીટીસની ઝપટમાં છે.

નડ્ડાએ લોકસભામાં પ્રશ્નોતર કાલ દરમિયાન આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 29-35 કરોડ લોકોના મોંના કેન્સરની તપાસ કરાઈ હતી. તેમાં 1.18 કરોડ લોકોમાં કેન્સર પોઝીટીવ મળ્યું હતું. આ અભિયાન ચાલુ છે. જેમાં હાઈ બ્લડ પ્રેસર, ડાયાબિટીસ ઉપરાંત મોંના કેન્સરની પણ નિ:શુલ્ક તપાસ કરવામાં આવે.

સ્વાસ્થ્ય તપાસ અભિયાન શરૂ
નડ્ડાએ દેશમાં કેન્સર અને ટીબી સહિત વિવિધ રોગોના સ્ક્રીનીંગ માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનોની જાણકારી આપતા જણાવ્યું હતું કે સરકારે આયુષ્યમાન આરોગ્ય મંદિર અંતર્ગત 30 વર્ષથી વધુ વયના બધા નાગરિકો માટે સ્વાસ્થ્ય તપાસનું અભિયાન શરૂ કર્યું છે.

તેમણે દેશમાં ટીબી નિવારણ સંબંધીત એક પુરક પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું કે, હવે એક મશીનથી ટીબી સ્ક્રીનીંગ શરૂ કરાઈ છે. જે એક સાથે 32 નમુનાની સ્ક્રીનીંગ કરી શકે છે.