લોગ વિચાર :
મુંબઈની લીલાવંતી હોસ્પીટલ વધુને વધુ વિવાદમાં ફસાઈ રહી છે. આ હોસ્પીટલમાં જાદુટોના થતા હોવાનો ઘટ્ટસ્ફોટ બહાર આવ્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ વિભાગે બાન્દ્રા પોલીસની સહાયતાથી એક તરફ રૂા.1500 કરોડનું કૌભાંડ ટ્રસ્ટી અને કેટલાક વ્યક્તિઓએ આચર્યુ હોવાનું શોધી કાઢયું છે તો હોસ્પીટલની ઈમારતમાં જ જાદુટોના થતા હતા.
જેમાં એકથી વધુ એફઆઈઆર નોંધાઈ છે અને તેમાં પુર્વ ટ્રસ્ટીઓ અને કેટલાક વ્યક્તિઓની સંડોવણી હોવાનું ખુલ્યુ છે. એટલું જ નહી. આ ઉપરાંત હોસ્પીટલની એક ચેમ્બરમાંથી માનવ હાડકા અને વાળ ભરેલા આઠ વાસણો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે અને આ અંગે હવે ડીએનએ ટેસ્ટ કરાવાશે.
જેથી હોસ્પીટલમાં દાખલ થયેલા કોઈ દર્દીના હાડકા કે વાળ છે કે કેમ તે અંગે પણ તપાસ કરાશે. લીલાવંત કિર્તીલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત હોસ્પીટલમાં જે ભંડોળ આપવામાં આવ્યુ છે તેમાં ફોરેન્સીક ઓડીટ સમયે રૂા.1500 કરોડની ગોલમાલ થઈ હોવાનું બહાર આવ્યુ છે.
ખાસ કરીને ગુજરાતથી અહી સારવાર માટે આવેલા એક દર્દીના કીંમતી ઘરેણા અને અન્ય વસ્તુ ચોરાઈ જતા તેની તપાસમાં સમગ્ર કૌભાંડનો ઘટ્ટસ્ફોટ થયો હતો અને હોસ્પીટલના ચોપડા તપાસતાં તેમાં ગોટાળા બહાર આવ્યા હતા. આ હોસ્પીટલના મોટાભાગના પુર્વ ટ્રસ્ટીઓ એનઆરઆઈ છે અને દુબઈ અને બેલ્જીયમમાં રહે છે તેમને પણ સમન્સ મોકલાશે.