ડ્રોન દ્વારા આંખના કોર્નિયા મોકલવામાં આવ્યા : 40 મિનિટમાં 2 કલાકનું અંતર કાપ્યુ

લોગ વિચાર :

ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ મંગળવારે ડ્રોન બેઝડ માનવ કોર્નિયા ટ્રાન્સપોર્ટનો સફળ પ્રયોગ કર્યો છે. આઈસીએમસીઆરની આઈ-ડ્રોનથી આ પહેલ અંતર્ગત કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ માટે એરિયલ મેડીકલ લોજિસ્ટીકની ક્ષમતાઓને દર્શાવી છે.

ડ્રોને ડો.શ્રોફ ચેરિટી આઈ હોસ્પીટલ (સોનીપત સેન્ટર)થી કોર્નિયાનાં ટિસ્યુને નેશનલ કેન્સર ઈન્સ્ટીટયુટ એમ્સ, ઝજજર અને ત્યારબાદ એમ્સ દિલ્હી સુધી સફળતાપુર્વક પહોંચાડવામાં આવ્યુ હતું.

આ બન્ને શહેરો વચ્ચેનું અંતર ડ્રોનથી લગભગ 40 મીનીટમાં પુરૂ કરવામાં આવ્યું હતું. જયારે સડક માર્ગથી આ અંતર પુરૂ કરવા સામાન્ય રીતે બે કલાક લાગે છે. આઈસીએમ આરે કહ્યું હતું કે કોર્નિયાનાં ટિસ્યુનું સમયસર ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ મહત્વનું છે.

કારણ કે દાન કરવામાં આવેલ કોર્નિયાની સફળતા એ બાબત પર નિર્ભર છે કે તે સમયસર ટ્રાન્સપોર્ટ થયુ છે કે નહિં ટ્રાન્સપોર્ટની પ્રક્રિયામાં મોડૂ થવાથી ટિસ્યુની કવોલીટી પર તો અસર પડે જ છે. સાથે સાથે સફળ ટ્રાન્સપ્લાન્ટેશનની સંભાવના ઘટી જાય છે. આઈસીએમઆરે આને ગેમ ચેન્જર ગણાવ્યું છે

કોરોના કાળમાં શરૂ થયુ હતું આઈ-ડ્રોન
આઈ-ડ્રોન પ્લેટફોર્મની શરૂઆત મૂળરૂપે કોરોના મહામારી દરમ્યાન દુર-સુદુરનાં ક્ષેત્રોમાં રસી પહોંચાડવા માટે કરવામાં આવી હતી. આઈસીએમઆર મણીપુર-નાગાલેન્ડનાં દુર-સુદુરના ક્ષેત્રોમાં મેડીકલ સપ્લાય, વેકિસન અને દવાનું વિતરણ કર્યુ છે.