જો GST કાઉન્સિલ ટેક્સમાં ઘટાડો કરે તો નાણાપ્રધાને વીમા પ્રિમિયમમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો

લોગવિચાર :

જો જીએસટી કાઉન્સિલ ટેક્સમાં ઘટાડો કરે તો વીમા પ્રિમિયમમાં ઘટાડો કરવાનો સંકેત નાણામંત્રી નિર્મલા સીતારામને આપેલ છે.

નિર્મલાજીએ જણાવ્યું હતું કે જો જીએસટી કાઉન્સિલ આરોગ્ય અને જીવન વીમા પૉલિસી પર જીએસટી દર ઘટાડવાનું સૂચન કરે તો વીમા ખર્ચ ઘટી શકે છે.

જીએસટી કાઉન્સિલ ચાલુ ડિસેમ્બર મહિનામાં આ મુદ્દે ચર્ચા કરવા જઈ રહી છે છે. જો ઘટાડો મંજૂર કરવામાં આવે, તો ખાસ કરીને સ્પર્ધાત્મક બજારમાં વીમા  પોલિસીધારકોને સીધો ફાયદો થશે.