લોગવિચાર :
શનિવારથી શરૂ થનાર પાવન પર્વ ગણેશ ચતુર્થી પૂર્વે ગઈકાલે સાંજે મુંબઈના પ્રખ્યાત લાલ બાગ ચા રાજાના પ્રથમ દર્શન થયા હતા. ગઈકાલે જાજરમાન પ્રતિમા પર થી પડદો ઉઠાવ્યો હતો અને ગણપતિ બાપ્પાના દિવ્ય દર્શન થયા હતા. ગઈકાલે પ્રથમ દર્શનમાં બાપ્પાની બેઠક મુદ્રા અને તેમના મરૂન કલરના વાઘા પહેર્યા હતા.
લાલ બાગ ચા રાજા એટલે લાલ બાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ જે મુંબઈના પૂતલાબાઈ ચોલ માં આવેલ છે તેની 1934 થી સ્થાપના થયેલ અને દર વર્ષે અનેક મહાનુભાવો સહિત હજારો લોકો દર્શન માટે આવે છે. અહીંયા છેલ્લા 8 દશકા થી કાંબલી પરિવાર બાપ્પાની દેખરેખ કરે છે. આ શનિવાર એટલે ગણેશ ચતુર્થી થી પાવન પર્વ શરૂ થશે જે અનંત ચતુર્દશી થી પૂર્ણ થશે.
અનંત અંબાણીએ આ વર્ષે બાપ્પાના મસ્તક પર લગાવવામાં આવેલ મુગટ માટે રૂ.15 કરોડની કિંમતનું 20 કિલો સોનું અર્પણ કર્યું છે. અનંત અંબાણી છેલ્લા 15 વર્ષથી લાલ બાગ ચા રાજા કમિટી સાથે જોડાયેલા છે અને આ વર્ષે તેમને માનદ સભ્ય તરીકે સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અનંત અંબાણી દર વર્ષે અચૂક દર્શન તો કરે જ આ ઉપરાંત વિસર્જન વખતે ગિરગાંવ ચોપાટીએ પણ ઉપસ્થિત રહે છે. રિલાયન્સ ફાઉન્ડેશનએ હમેશા ખૂબ સપોર્ટ કર્યો છે ખાસ કરીને કોરોના વખતે જ્યારે સમાજકાર્યો માટે ફંડની જરૂર પડી હતી ત્યારે પણ અનંત અંબાણીએ ડોનેશન કર્યું હતું.