લોગવિચાર :
દિવાળી ધામધૂમથી ઉજવવામાં આવશે. છેલ્લા થોડા વર્ષોથી દિવાળી અને ધનતેરસ પર ચાઈનીઝ પ્રોડક્ટ્સની માંગ ભારતીય બજારોમાં ચાઈનીઝ પ્રોડક્ટ્સની માંગ સતત ઘટી રહી છે. ડેકોરેટિવ આઈટમનું વેચાણ પહેલાની તુલનાએ ઘટ્યું છે. ચાઈનીઝ પ્રોડક્ટ્સની માંગ ઓછી હોવાથી આયાત સતત ઘટી રહી છે, જયારે ઘરેલું વસ્તુનું વેચાણ વધી રહ્યું છે.
દેશમાં વડાપ્રધાન મોદીના વોકલ ફોર લાઙ્ઘકલ અભિયાનની હવે અસર જોવા મળી રહી છે. ચાઈનીઝ સામાનનું વેચાણ સતત ઘટી રહ્યું છે. આ વર્ષે મોટાભાગના લોકો દિવાળી પર સ્વદેશી સામાન વધારે ખરીદી રહ્યા છે. ઈલેક્ટ્રોનિક્સ સજાવટ માટે મેડ ઈન ઈન્ડિયા લોકોની પ્રથમ પસંદગી છે.
એક અંદાજ મુજબ દિવાળી પર ચાઈનીઝ આઈટમના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે ચીનને આશરે ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અનેક વર્ષોથી દિવાળી પર ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. કુંભાર પાસેથી માટીના દીવા અને સજાવટનો સામાન ખરીદીને લોકો વોકલ ફોર લોકલ અભિયાનને આગળ વધારવામાં મદદ કરી રહ્યા છે.
વિવિધ વેપારી સંગઠનોએ પણ કુંભાર, હસ્તકલાના કારીગરો પાસેથી દિવાળીનો સામાન ખરીદીને તેમના વેચાણમાં વધારો કરવાની અપીલ કરી હતી. જેથી લોકોમાં જાગૃતિ વધી રહી છે અને ઘરેલું પ્રોડક્ટ્સને પ્રાથમિકતા આપી રહ્યા છે. જેનાથી ચીનને આશરે ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતીય પરંપરામાં દિવાળી અને ધનતેરસ પર ધૂમ ખરીદી કરવામાં આવે છે. લોકો સોના-ચાંદીના ઘરેણા અને અન્ય વસ્તુઓ, વાહન, કપડાં, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ, મોબાઈલ ખરીદતાં હોય છે. આ વર્ષે સોના, ચાંદી ઉપરાંત પિત્તળના બનેલા વાસણની જબરદસ્ત ખરીદી થઈ છે. ચાલુ વર્ષે આશરે ૨૫૦૦ કરોડ રૂપિયાની ચાંદીની ખરીદી થઈ છે, જયારે એક દિવસમાં ૨૦ હજાર કરોડનું સોનું વેચાયું છે.