વિશ્વમાં પ્રથમ વખત બે રોબોટે અમેરિકામાં સફળતાપૂર્વક સર્જરી કરીને વિક્રમ સર્જયો

લોગવિચાર :

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેકસાસના ડોકટરોએ એક સાથે બે રોબોટથી પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઓપરેશન કરીને નવો વિક્રમ સર્જયો હતો. યુરો લોજીસ્ટ અને મુખ્ય સર્જન પ્રો. જેફરી કે ડયુનો દાવો છે કે પ્રોસ્ટેટથી પીડિત દર્દીના ઓપરેશનમાં દુનિયામાં પહેલીવાર બે રોબોટનો ઉપયોગ કરાયો હતો.

આ ડયુઅલ (બન્ને) રોબોટિક સર્જરી પછી દર્દી પુરી રીતે સ્વસ્થ છે. પ્રો. જેફરી કેડયુ અનુસાર આ ઓપરેશનમાં લેવિતા માર્ચ સર્જિકલ અને દા વિંસી એસપી સિંગલ પોર્ટ રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

લેવિતા રોબોટે સર્જરી પહેલા પેશાબ નળી અને નસોના અનેક ગુચ્છાઓને સાઈડમાં રાખ્યા, ત્યારબાદ દા વિંસી રોબોટે સર્જરીની પ્રક્રિયા પુરી કરી. રોગીના શરીરથી ડોકટરો દ્વારા કરવામાં આવેલ ઓપરેશનની તુલનામાં ઓછો રકતસ્ત્રાવ થયો હતો.

100 ટકા ચોકકસ
સર્જને બન્ને રોબોટને ઓપરેશન માટે સર્જરીના વિડીયોથી પ્રશિક્ષિત કર્યા હતા. 6 મહિના ચાલેલી તાલીમ બાદ રોબોટથી ડમી દર્દીનું અનેકવાર ઓપરેશન કરાયું હતું.

સર્જને જયારે જોયું કે, સર્જરીથી ચોકકસતા 100 ટકા આવી ગઈ છે તો દર્દીને ઓપરેશન દરમિયાન થતી પરેશાનીઓ પણ ઘટી ગઈ ત્યારબાદ ઓટીમાં દર્દી પર સફળ ઓપરેશન કરાયુ.

એક સાથે બે રોબોટથી ઓપરેશનના ફાયદા
ઓપરેશનના સમયમાં 30 ટકા જેટલો ઘટાડો થયો. રોબો સર્જરીથી દર્દી ઓછા સમયમાં સ્વસ્થ થઈ જાય છે. આ ટેકનીકથી સર્જરીમાં રકતસ્ત્રાવ પણ ઓછો થાય છે. બીજા અંગોને ક્ષતિની સંભાવના નહીવત રહે છે.