લોગ વિચાર :
ફ્રાન્સા, અફઘાનિસ્તાેન, ઇરાન સહીતના દેશોમાં ભારતીય પ્રાચીન ચિકિત્સાન પધ્ધબતિ આયુર્વેદનું ઘેલું લાગ્યુંા છે. વિદેશી છાત્રો આયુર્વેદ શિક્ષણ મેળવવા ભારત આવી રહ્યા છે. જયપુરની રાષ્ટ્રી ય આયુર્વેદ સંસ્થાંનમાં દેશ સાથે વિદેશના ૧૭ દેશોના ૬૭ વિદ્યાર્થીઓ પણ આ ચિકિત્સા પધ્ધ તિનું જ્ઞાન મેળવી રહ્યા છે.
આ વિદેશી છાત્રોમાંથી ઘણા યુજી-પીજી તો ઘણા પીએચડી કરી રહ્યા છે. વિદેશી છાત્રો મુજબ અહીં આવ્યાે પછી અમારી જીવનશૈલી બદલી છે. બ્રહ્મમુહુર્તમાં ઉઠવાનું, યોગ-ધ્યાંન કરવાને પ્રાથમીકતા છે. તેમણે દિનચર્યા, ઋતુ ચર્યાને પણ અપનાવી લીધી છે. સાથે જ તેમના આહાર, વિહાર અને વિચાર પણ બદલાય ગયા છે.