લોગવિચાર :
બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ કેપ્ટન 37 વર્ષીય શાકિબ અલ હસને ગુરુવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કાનપુર ટેસ્ટ તેની વિદેશમાં છેલ્લી મેચ હશે. ઓક્ટોબરમાં ઢાકામાં રમાનાર દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ તેની કારકિર્દીની છેલ્લી મેચ હશે.
શાકિબે કહ્યું છેલ્લી ટી-20 રમી લીધી
શાકિબે કહ્યું મેં જૂનમાં ટી-20 વર્લ્ડ કપમાં મારી છેલ્લી મેચ રમી હતી. 2026 માં યોજાનાર વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મારાં માટે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. મને આશા છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ કેટલાક સારાં ખેલાડીઓ શોધવામાં સફળ થશે અને અમારી ટીમ સારું પ્રદર્શન કરશે.
શાકિબ વનડે રમવાનું ચાલુ રાખશે
શાકિબ હજુ પણ વનડે મેચો રમવાનું ચાલું રાખશે અને આવતાં વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ હશે.
સૌથી ઝડપી 4000 રન અને 200 વિકેટ લેનાર
શાકિબ ટેસ્ટમાં 4000 રન અને 200 વિકેટ લેનાર સૌથી ઝડપી ક્રિકેટર છે અને તે ટેસ્ટમાં 4500 થી વધુ રન બનાવનાર અને 200 વિકેટ લેનાર એક માત્ર ક્રિકેટર છે. શાકિબ ટેસ્ટ મેચમાં 200 વિકેટ લેનારો બાંગ્લાદેશનો એકમાત્ર બોલર છે, જેને 242 વિકેટ લીધી છે.
ટેસ્ટમાં 4500 થી વધુ રન બનાવનાર ત્રીજા ખેલાડી છે. ટી-20 માં 2500 થી વધુ રન બનાવનાર અને 13 અડધી સદી ફટકારનાર બાંગ્લાદેશનાં એક માત્ર બેટ્સમેન છે. શાકિબે ટી-20 માં 149 વિકેટ લીધી હતી સાઉદીના રાશિદ ખાન શાકિબ કરતાં આગળ છે.
શાકિબ અલ હસને કહ્યું
‘મેં મારા ક્રિકેટ બોર્ડ સમક્ષ મારી છેલ્લી ક્રિકેટ ટેસ્ટ મેચ મીરપુરમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે આ માટે સંમત થયાં હતાં. જો આમ નહીં થાય તો ભારત સામે કાનપુર ટેસ્ટ મારી છેલ્લી મેચ હશે’