લોગ વિચાર :
ભારતીય ક્રિકેટ દિગ્ગજ ક્રિકેટર - પૂર્વ કોચ અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે. 71 વર્ષીય ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 40 ટેસ્ટ અને 205 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. દિગ્ગજ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું કેન્સર સામે લાંબી લડાઈ હારી ગયા બાદ બુધવારે 71 વર્ષની વયે અવસાન થયું હતું.
ગાયકવાડ લંડન ગયા હતા અને સારવાર ચાલુ રાખવા માટે એક મહિના પહેલા બરોડા પરત ફર્યા હતા. તેમને ભારતીય ટીમના કોચનું પદ સંભાળ્યું. તેની સૌથી મોટી ક્ષણો 1998માં શારજાહમાં અને ફિરોઝશાહ કોટલામાં આવી હતી જ્યારે અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન સામેની એક ઇનિંગમાં તમામ દસ વિકેટ લીધી હતી.
પૂર્વ ભારતીય ક્રિકેટર અને બરોડાના દિગ્ગજ ખેલાડી અંશુમાન ગાયકવાડ છેલ્લા એક વર્ષથી બ્લડ કેન્સર સામે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમની વડોદરાની ભાઈલાલભાઈ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. અંશુમાન ગાયકવાડ ભારત માટે લાંબી ઈનિંગ્સ રમ્યા હતા. તેઓ પૂર્વ ભારતીય ટીમના પસંદગીકાર, ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને બીસીસીઆઈ સેક્રેટરી રહી ચુક્યા છે.
ગાયકવાડનું ટેસ્ટ કરિયર 1975થી 1987 સુધીનું રહ્યું છે. આ દરમિયાને તેઓ ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમ્યા હતા. તેઓએ 40 ટેસ્ટમાં બે સદી અને 10 ફિફ્ટી સાથે 1985 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. જ્યારે 15 વનડેમાં તેમના 269 ૨ન અને એક વિકેટ લીધી હતી. ત્યારબાદ ગાયકવાડ 1997થી 1999 અને પછી 2000માં ભારતીય ટીમના કોચ બન્યા.
► PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું :
દિગ્ગજ ક્રિકેટરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા અંશુમન ગાયકવાડને એક ગિફ્ટેડ પ્લેયર અને શાનદાર કોચ ગણાવ્યાં. તેમણે કહ્યું કહ્યું તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
► જય શાહે મદદ કરી હતી ;
ત્યાર બાદ આ દિગ્ગજ ખેલાડીની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આગળ આવ્યું હતું. BCCIએ અંશુમાન ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી જય શાહે તાત્કાલિક 1 કરોડ રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો હતો. જય શાહે અંશુમાન ગાયકવાડના પરિવાર સાથે પણ વાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.