લોગ વિચાર.કોમ
દરેક વ્યક્તિ પોતાનું ઘર બનાવતી વખતે ઘણું બધું વિચારે છે. કારણ કે આ એક એવું કામ છે જેમાં વ્યક્તિ પોતાની સંચિત મૂડી ખર્ચ કરે છે. તેથી જ મનુષ્ય વારંવાર આવું કરી શકતો નથી.
તેથી નિર્ણય કાળજીપૂર્વક લેવામાં આવે છે. પરંતુ એક વ્યક્તિએ પોતાનું ઘર એવી જગ્યાએ બનાવ્યું કે જેને જોઈને આપણને આશ્ચર્ય થાય છે. હા, તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ વ્યકતિઓ શું કર્યું છે.
જ્યાં અત્યાર સુધી માત્ર પક્ષીઓ જ પોતાનું ઘર બનાવી શકતાં હતાં, ત્યાં આ સજ્જને પણ પોતાનું ઘર બનાવ્યું છે અને તે પણ ઝાડને નુકસાન પહોંચાડ્યા વગર. કાનપુરના આઈઆઈટી સ્નાતક સિવિલ એન્જિનિયરે આ અજાયબી કરી છે. તેનાં હાથમાં જાદુ છે જે આવી અશક્ય વસ્તુઓને શક્ય બનાવે છે. કેપી સિંહ નામનાં આ વ્યક્તિએ પોતાનું ઘર એક ઝાડ પર બનાવવાનું વિચાર્યું હતું. આ પછી કેપીએ પોતે તેને એવી રીતે તૈયાર કર્યુ કે લોકો તેને જોતાં જ રહી ગયાં.
આંબાનાં ઝાડ પર સપનાનું ઘર બનાવ્યું :-
કેપી સિંહે આ અનોખું ઘર ઉદયપુરમાં આંબાનાં ઝાડ પર બનાવ્યું છે, જે ચાર માળનું છે. તેની ખાસિયત જાણીને તમને સૌથી વધુ આશ્ચર્ય થશે. હા, આ મકાન બનાવતી વખતે સિવિલ એન્જિનિયરે એવું કામ કર્યું છે કે, મકાનનાં બાંધકામ વખતે તેમણે વૃક્ષને કોઈ નુકસાન થવા દીધું ન હતું.
કેપી સિંહનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું :-
આ વિશેષતાના કારણે કેપી સિંહનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું હતું. જ્યારે કેપી સિંહે લોકોને કહ્યું કે તે ઝાડ પર ઘર બનાવશે, ત્યારે લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી અને લોકોને તેની વાત પર વિશ્વાસ પણ નહોતો થયો. પરંતુ પોતાની મહેનત અને સમર્પણથી તેમણે જમીનથી 9 ફૂટની ઊંચાઈ પર એક આલીશાન અને ખૂબ જ સુંદર ઘર બનાવ્યું છે.
ઘરમાં બાથરૂમ, કિચનથી લઈને ડાઈનિંગ ટેબલ બધું જ છે :-
કેપી સિંહના ઘરમાં બાથરૂમ, કિચન, ડાઇનિંગ ટેબલ, બેડરૂમ તેમજ બે બાલ્કની છે. તેઓએ ઝાડની ડાળીઓનો ડાઇનિંગ ટેબલ અને ટીવી સ્ટેન્ડ તરીકે ઉપયોગ કર્યો છે. આ કેરીનું ઝાડ 87 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. કેપી સિંહે આ ઘર વર્ષ 2000માં બનાવ્યું છે.