ભારતમાં ફ્રેન્ડશીપ ડે હંમેશા ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે

લોગ વિચાર :

ભારતમાં દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. આ વખતે 4 ઓગસ્ટના રોજ ભારતમાં ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવશે. જો કે આખું વિશ્વ ફ્રેન્ડશીપ ડે ઉજવે છે, પરંતુ દરેક દેશમાં ફ્રેન્ડશીપ ડે અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. જોયસ હોલએ 1958માં પેરાગ્વેેમાં સૌપ્રથમ ફ્રેન્ડશીપ ડેનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ત્યારથી યુનાઈટેડ નેશન્સે ફ્રેન્ડશીપ ડે ઉજવવા માટે 30 જુલાઈને સત્તાવાર તારીખ તરીકે નિયુક્તિ આપી હતી.‘યુએન જનરલ એસેમ્બલી દ્વારા 2011માં ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડેની ઘોષણા કરવામાં આવી હતી અને તેને તેની વેબસાઈટમાં લખ્યું હતું કે ફ્રેન્ડશીપ ડેની ઉજવણીનો મુખ્ય હેતુ લોકો, દેશો, સંસ્કૃતિઓ અને વ્યક્તિઓ વચ્ચેની મિત્રતા અને શાંતિના પ્રયાસોને પ્રેરણા આપી સમુદાયો વચ્ચે એક સેતુ બાંધવાનો છે..

ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે મિત્રોના મહત્વ અને તેઓ આપણા જીવનમાં જે મૂલ્યવાન ભૂમિકા ભજવે છે તેનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રશંસા વ્યક્ત કરવા, બંધનોને મજબૂત કરવા માટે ઉજવાય છે. આ દિવસે લોકો સામાન્ય રીતે ભેટ સોગાદોની આપ-લે કરે છે. સંદેશાઓ અને કાર્ડ મોકલે છે અને મિત્રો સાથે સમય વિતાવે છે.

♦  અમેરિકામાં ‘ફ્રેન્ડશીપ ડે’ની ઉજવણી 30 જુલાઇના હોય છે

♦  યુ.એન.માં આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની ઘોષણા 2011માં થઇ હતી

♦  હોલમાર્ક કાર્ડસના સ્થાપક જોયસ હોલે ‘ફ્રેન્ડશીપ ડે’ માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો જેનો સ્વીકાર યુનાઇટેડ નેશન્સ દ્વારા  કરવામાં આવ્યા