ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે*?*

લોગ વિચાર.કોમ

હૈદરાબાદની નીલોફર હોસ્પિટલમાં એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સંચાલિત ટૂલ લોન્ચ થયું છે જે એક જ મિનિટની અંદર સોયથી લોહી કાઢ્યા વિના લોહીનું પરીક્ષણ કરી શકે છે.

ભારતમાં આવી ટેક્નિક પહેલી વાર લોન્ચ થઈ છે. આ ટૂલ વીસથી 60 સેકન્ડમાં ફેસ-સ્કેનિંગ કરીને ઑક્સિજન હોર્મોન લેવલ બ્લડ-પ્રેશરથી માંડીને સેચ્યુરેશન અને સ્ટ્રેસ સુધ્ધાં માપી કાઢે છે. પબ્લિક હેલ્થની સુવિધામાં આ ટેક્નિક ગેમ ચેન્જર બની શકે છે.

ક્વિક વાઇટલ્સ નામના હેલ્થ-ટેક સ્ટાર્ટઅપે અમૃત સ્વસ્થ ભારત નામનું ટૂલ અને ઍપ તૈયાર કર્યાં છે જે ફૈસ-સ્કેનિંગ કરીને નિદાન કરે છે. સામાન્ય રીતે લોહીની ટેસ્ટ માટે સોય ભોંકીને લોહી કાઢવું પડે પરંતુ અમૃત સ્વસ્થ ભારત ટૂલ ફોટોપ્લેથિસ્મોગ્રાફી તરીકે જાણીતી ટેક્નોલોજી વાપરે છે.

એમાં ત્વચાની અંદર પ્રકાશનું શોષણ અને પરાવર્તન જે રીતે થાય છે એના પરથી આકલન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં બ્લડ-પ્રેશર, ઑક્સિજનની માત્રા, હાર્ટ-રેટ, શ્વસન-રેટ, હાર્ટ-રેટમાં વેરિએબિલિટી, હીમોગ્લોબિન, સ્ટ્રેસ-લેવલ, પલ્સ રેસ્પિરેટરી ક્વોશન્ટ, નર્સ સિસ્ટમની ગતિવિધિઓ માપી શકાય છે. સ્માર્ટફોન કે ટેબ્લેટના કેમેરાનો ઉપયોગ કરીને આ ટેસ્ટ થઈ શકે છે અને એ સેલ્ફી લેવા જેટ આસાન છે.