લોગવિચાર :
અમદાવાદમાં અનુજ દર વર્ષે અલગ અલગ થીમ પર ગરબામાં ટ્રેડીશ્નલ ડ્રેસની સાથે પાઘડી લઈને આવે છે. અને તે પણ જેવી તેવી પાઘડી નહિ આ તો પાંચ કીલોની પાઘડી છે. આ વખતે આ પાઘડી આત્મનિર્ભર ભારત થીમ પર બનાવવામાં આવી છે. અનુજ જણાવે છે કે તે છેલ્લા સાત વર્ષથી આ પ્રકારે પાઘડીની જુદી જુદી ટ્રેડિશ્નલ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરે છે.
આ વખતે અનુજની પાઘડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકેની ત્રીજી ટર્મની શુભકામનાઓ છે. આ સાથે 2029 માટે પ્રધાનમંત્રી બનાવવાની શુભેચ્છાઓ છે. સાથે જ ડાયમંડ સીટી સુરતની ડાયમંડ બુર્સને પાઘડીમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
અનુજ મુદલિયાર દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર પાઘડી તૈયાર કરવામાં આવે છે અને આ વર્ષે આત્મનિર્ભર ભારત થીમ પર પાઘડી આકર્ષણનું કેન્દ્ર બની છે. તારી વાકી રે પાઘલડીનું ફુમકું રે મને ગમતું રે.. તારી પાઘડીએ મન મારૂ માહ્યું રબારી.. એ માલધારી, નવલા નોરતામાં અવનવા ગરબા ધુમ મચાવી રહ્યા છે.
ત્યારે ગરબા ખેલૈયા અનુજ મુદલિયારની પાંચ કિલોની પાઘડીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. અનુજ દર વર્ષે અલગ અલગ થીમ પર ગરબામાં એડીશ્નલ ડ્રેસની સાથે પાઘડી લઈને આવે છે. અને તે પણ જેવી તેવી પાઘડી નહી આ તો પાંચ કિલોની પાઘડી છે.
આ પાઘડી બનાવવા પાછળ અનુજે 35000નો ખર્ચ કરેલ છે. પાઘડીનું વજન પાંચ કીલોગ્રામ છે. આ ઉપરાંત અનુજ જે કેડીયું પહેરવાનો છે તેનું વજન 5 કિલોગ્રામ છે. આ સાથે જ તેના પહેરવેશનું કુલ વજન લગભગ 12 કિલોગ્રામ હશે.
મહત્વનું છે કે અનુ વર્ષ 2017માં જીએસટીની થીમ 2018 હેરિટેજ થીમ, 2019માં મોદી પાઘડી, 2020માં કોરોના વોરિયર્સ થીમ પર અને 2021માં રિયલ હીરો સોનુ સુદ થીમ પર પાઘડી અનુજએ બનાવી હતી.
2022માં આઝાદીના 75 વર્ષની ઉજવણીની થીમ પર પાઘડી તૈયાર કરી હતી. દર વર્ષની તેની પાઘડી થીમના કારણે 2019માં તેને ઈન્ડિયા બુક ઓફ ઓફ વર્લ્ડમાં સ્થાન પણ મેળવી ચૂકયો છે.