ગેસ ચેમ્બર બન્યું દિલ્હી : નોઈડામાં પ્રદૂષણનું સ્તર 696ને પાર

લોગવિચાર :

દિલ્હી-એનસીઆરમાં એકયુઆઈ ખૂબજ ખરાબ શ્રેણીમાં પહોંચી ગયું છે. નોઈડા સેકટર-1માં એકયુઆઈ અધધધ 690ને પાર નોંધાયુ છે, જયારે રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં ખરાબ હાલત છે.

આ પરીસ્થિતિમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, સાથે સાથે આંખોમાં બળતરા થવાથી લોકોને બહાર નીકળવામાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ દિલ્હીમાં ગુરુવારે છઠ્ઠ પુજા દરમિયાન ફરી એકવાર વાયુ ગુણવતામાં ઘટાડો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ મુજબ દિલ્હીમાં પાલમમાં વિઝીબિલીટી 1000 મીટર અને સફદરગંજ પર 800 મીટર નોંધાઈ હતી. હવામાન વિભાગ મુજબ દિલ્હીના અનેક વિસ્તારોમાં ઝેરીલી દવા ચાલી રહી છે જે સ્વાસ્થ્ય માટે ઠીક નથી.

દિલ્હી-એનસીઆરમાં એકયુઆઈની વિગત જાણીએ તો આનંદ વિહારમાં 427, નોઈડા સેકટર-1માં 696, આઈટીઆઈ શારદા દિલ્હીમાં 359, વજીરપુરમાં 340, ઓખલા દિલ્હીમાં 343 અને મેજર ધ્યાનચંદ સ્ટેડીયમ દિલ્હીમાં 327 એકયુઆઈ પ્રદુષણ સ્તર નોંધાયુ હતું. સવારે અને રાત્રે હળવુ ધુમ્મસ દિલ્હીમાં જોવા મળ્યું હતું.