ટેકનીક અપડેટ : Google Photosમાં હવે સિનેમેટિક મોમેન્ટ્સ ફીચર

લોગ વિચાર :

Google Photosનું નવું Android વર્ઝન ટૂંક સમયમાં આવી રહ્યું છે. ગૂગલ ફોટોઝમાં હવે સિનેમેટિક મોમેન્ટ ફીચર આવી રહ્યું છે, જેના પછી તમે કોઈપણ વીડિયોને સિનેમેટિક વીડિયોમાં કન્વર્ટ કરી શકશો. સૌથી મહત્વની વાત એ છે કે તમે કોઈપણ ફોટોને 3D સિનેમેટિકમાં કન્વર્ટ કરી શકશો. Google Photosની APK ફાઇલમાં G સિનેમેટિક મોડ જોવા મળ્યો છે.

AI ની મદદથી પ્રોફાઈલ ફોટો બનાવી શકશે
વોટ્સએપ પર પ્રોફાઈલ ફોટોને આકર્ષક બનાવવા માટે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદ લઈ શકાય છે. WhatsApp એક એવું ફીચર લાવવા જઈ રહ્યું છે જેના દ્વારા યુઝર્સ AI ની મદદથી પોતાનો પ્રોફાઈલ ફોટો બનાવી શકશે. આ ફીચર પહેલા એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવશે અને પછી iOS યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.11.17 પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

X માં પોસ્ટની લાઈક્સ દેખાશે નહીં
X ની કોઈપણ પોસ્ટ પર લાઈક્સ અને વ્યુઝની સંખ્યા જોવા મળે છે પરંતુ તે હવે ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. કંપની દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. વાસ્તવમાં X લાઈક્સને ખાનગી બનાવવા જઈ રહી છે. Xમાં આ ફેરફાર ક્યારે થશે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. લાઈક્સ દૂર કરવાનો અર્થ એ છે કે તે વપરાશકર્તા સિવાય અન્ય કોઈને ખબર નહીં પડે કે પોસ્ટને ડ નંબરની લાઈક્સ મળી છે.