લોગ વિચાર :
ગુગલ એપના આધારે તમો પ્રવાસ કરો તો જીવલેણ પણ સાબીત થઈ શકે છે તે સમયે આસામમાં એક પોલીસ ટીમ ક્રિમીનલોની શોધમાં આસામમાં જઈ રહી હતી અને ચોકકસ સ્થળે પહોચવા ગુગલ એપનો સહારો લીધો.
આ ટીમમાં સાદા ડ્રેસમાં હથિયારધારી પોલીસ કર્મચારીઓ હતા. તેઓને ગુગલ એપ એ નાગાલેન્ડ પહોચાડી દીધા અને પુછપરછ કરતા ગ્રામ્ય લોકોને એવી શંકા ગઈ કે લુટારુઓ આવ્યા છે તેની તેઓને ઘેરી લઈને તેને બેધડક બનાવી દીધા પછી સ્થાનિક પોલીસ પહોચતા સમગ્ર ઘટસ્ફોટ થયો હતો.