ગૂગલની નવી એપ ઓનલાઈન સર્ચને સરળ બનાવશે

લોગ વિચાર :

નવી મોબાઇલ એપ Gemini AI ભારતમાં Google દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ એપ નવ ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે. મતલબ કે યુઝર્સ હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, તમિલ, તેલુગુ અને ઉર્દુ જેવી દેશની લોકપ્રિય ભાષાઓમાં ઓનલાઇન સર્ચ કરી શકશે.

ગુગલે ફેબ્રુઆરીમાં તેના બાર્ડ એઆઇ ચેટબોટને ફરીથી બ્રાન્ડેડ કર્યુ તેણે ગુગલ જેમીની નામની એક અલગ એપ લોન્ચ કરી. જોકે ભારતીય યુઝર્સને આ મોબાઇલ એપ માટે રાહ જોવી પડી હતી જે લગભગ 4 મહિના પછી સ્ટેન્ડઅલોન એપ તરીકે લોન્ચ કરવામાં આવી છે. આ ચેટબોટને 5હેલા કરતા વધુ સુવિધાજનક બનાવશે.

સુંદર પિચાઇએ જાહેરાત કરી
ગુગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પરથી ભારતમાં જેમિની એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેણે ખુશી વ્યકત કરી લખતી વખતે, આજે અમે ભારતમાં જેમિની મોબાઇલ એપ લોન્ચ કરી રહ્યા છીએ જે નવ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. પિચઇએ કહ્યું કે જેમિની સાથે નવી સ્થાનિક ભાષાઓ ઉમેરવામાં આવશે. ઘણી અદ્યતન સુવિધાઓ પણ રજૂ કરવામાં આવશે. ઉપરાંત જેમિની એપને ગુગલ મેસેજિંગમાં સપોર્ટ કરવામાં આવશે.

કોણ કરી શકશે તેનો ઉપયોગ
આ ફોન એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. iPhone યુઝર્સ ગુગલ એપમાં જેમિની અપડેટ મેળવી કશે. જેમિની એપ વેબ પર મેસેજિંગ એપ પર Google Massages સાથે સંકલિત કરવમાં આવશે.

શું ફાયદો થશે
ગુગલ જેમિની એપ ઓનલાઇન સર્ચનું કામ સરળ બનાવશે. ઘણા એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જેના દ્વારા ઓટોમેટીક મોડમાં કમાન્ડ આપીને સર્ચ કરી શકાય છે. તેમાં વોઇસ સર્ચ ફીચર આપવામાં આવશે. તેમાં ડોકયુમેન્ટ અપલોડ અને ડેટા એનાલિસિસ જેવી સુવિધાઓ આપવામાં આવશે.