સ્પામ કોલ્સ સામે સરકારની કાર્યવાહી : 1.75 લાખ DID નંબરો રદ કરાયા

લોગ વિચાર.કોમ

કેન્દ્ર સરકારે બિનજરૂરી કોલ કરીને લોકોને હેરાન કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સંદેશાવ્યવહાર મંત્રાલય એટલે કે DOT એ અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન (UCC) ને રોકવા માટે પગલા લીધા છે.

આ અંતર્ગત, સ્પામ કોલ્સ સંબંધિત 1.75 લાખ અનધિકૃત DID નંબરો ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે. સંચાર મંત્રાલયે કંપનીઓને ટેલિકોમ નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

એવું કહેવામાં આવ્યું છે કે, 0731, 079, 080 થી શરૂ થતા નંબરો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ નંબરો પરથી મોટી સંખ્યામાં લોકોને સ્પામ કોલ આવી રહ્યા હતા. આ પછી, સરકારે બધા ડાયરેક્ટ ઇનવર્ડ ડાયલિંગ (DID ) નંબરો ડિસ્કનેક્ટ કરી દીધા.

જે નંબરો પર કાર્યવાહી કરવામાં આવી છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. લોકો દરરોજ સ્પામ કોલ્સથી પરેશાન થાય છે. આ દ્વારા, કાં તો સેવાઓનો પ્રચાર કરવામાં આવે છે અથવા લોકોને કોઈ પ્રકારની યોજનાનો ભાગ બનવા માટે લલચાવવામાં આવે છે.