લોગવિચાર :
ડુંગળીનાં ભાવને અંકુશમાં લેવા માટે પ્રથમ વખત નાસિકથી દિલ્હી, લખનૌ, ગુવાહાટી સહિત દેશનાં મોટાં શહેરોમાં ટ્રેન દ્વારા ડુંગળી મોકલવામાં આવી રહી છે સાથે જ કેન્દ્ર સરકારે ટામેટાંના મામલામાં પણ નવાં પગલાં લઈ રહી છે.
ખેતરોમાંથી ટામેટાંને બજારમાં લાવવામાં આવતી મુશ્કેલીઓ ઘટાડવા અને સપ્લાય ચેઇનમાં સુધારો કરવા માટે, ગ્રાહક બાબતોનાં મંત્રાલયે ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ હેકાથોનનું આયોજન કર્યું હતું. તેમાંથી 28 સ્ટાર્ટઅપ્સના સારાં આઈડિયા પસંદ કરવામાં આવ્યાં હતાં અને તેઓને તેમનો બિઝનેસ વધારવા માટે પૈસા આપવામાં આવ્યાં હતાં.
ઉપભોક્તા બાબતોનાં સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે, ગયાં વર્ષે શિક્ષણ મંત્રાલયનાં સહયોગથી જૂનમાં શરૂ કરાયેલી ટીજીસી હેઠળ 1376 આઈડિયા પ્રાપ્ત થયાં હતાં. તેમાંથી 28 સ્ટાર્ટઅપની પસંદગી કરવામાં આવી હતી અને 14 આઈડિયાને પેટન્ટ કરવામાં આવ્યાં છે.
તેમણે જણાવ્યું કે એક સ્ટાર્ટઅપે ટામેટાંમાંથી દારૂ બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. બીજાએ ટામેટાંમાંથી ખાદ્ય શીટ્સ તૈયાર કરી રહ્યું છે. ટીજીસીમાં, ફૂડ પ્રોસેસિંગ માટે હાઇબ્રિડ ફોટો કૈટાલિક સોલર ડ્રાયિંગ ટેકનિક અને ટામેટાંને બગાડ અને સ્ટોરેજથી બચાવવા માટે સ્માર્ટ પોર્ટેબલ ફ્રૂટ પ્રિઝર્વેશન સિસ્ટમ સંબંધિત આઇડિયાને પસંદ કરવામાં આવ્યાં હતાં.
એક સ્ટાર્ટઅપે ઝીરો એનર્જી કૂલિંગ ચ્યુવર યુનિટ બનાવ્યું છે, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે ટામેટાંને ઠંડા રાખવા માટે બાહ્ય ઊર્જાની જરૂર પડતી નથી. ખરેએ જણાવ્યું હતું કે ટીજીસીમાંથી ઉદ્ભવેલા આઇડિયા ટામેટાંની સપ્લાય ચેઇનમાં સુધારો કરીને અને બગાડ ઘટાડીને ગ્રાહકો અને ખેડૂતોને લાભ કરશે.