સરકાર ગુજરાતમાંથી ચણા, મસૂર, રાઈ ખરીદશે

લોગ વિચાર :

સરકાર ગુજરાત અને બીજાં રાજ્‍યો પાસેથી ચણા, મસૂર અને રાઈની ખરીદી કરશે. કેન્‍દ્રના કળષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૨૫માં કેન્‍દ્ર સરકાર ૩૭.૩૯ લાખ ટન ચણા અને મસૂર તથા ૨૮.૨૮ લાખ ટન રાઈની ખરીદી કરશે.

કેન્‍દ્ર સરકાર આ કોમોડિટી સેન્‍ટ્રલ નોડલ એજન્‍સી જેવી કે નાફેડ અને એનસીસીએફ વાટે પ્રાઈસ સપોર્ટ સ્‍કીમ હેઠળ ખરીદી કરશે. રાજસ્‍થાન, મધ્‍ય પ્રદેશ અને ગુજરાત આ જણસો ઉગાડે છે.

ચૌહાણે કહ્યું હતું કે કઠોળની પ્રાપ્તિમાં ૨૭.૯૯ લાખ ટન ચણા અને ૯.૪૦ લાખ ટન મસૂરનો સમાવેશ થાય છે. તેમણે રાજ્‍ય સરકારોને એ વાતની તકેદારી લેવાનું કહ્યું હતું કે અનાજની ખરીદી લઘુતમ ટેકાના ભાવથી નીચા ભાવમાં ન કરાય.

ખરીફ (ઉનાળા)ના કઠોળો પર પ્રધાને હતું કે પ્રાપ્તિ ૨.૪૬ લાખ ટન પર પહોંચી છે અને આનાથી ૧.૭૧ લાખ ખેડૂતોને ફાયદો થયો છે. તુવેર, અળદ અને મસૂર આંધ્ર પ્રદેશ. ગુજરાત અને મહારાષ્‍ટ્ર સહિતનાં નવ રાજ્‍યોમાંથી ખરીદવામાં આવે છે

ચૌહાણે પત્રકારોને કહ્યું હતું કે આંધ્ર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તેલંગણામાં લઘુતમ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે. ઉત્તર પ્રદેશમાં તુવેરના ભાવ એમએસપી કરતાં વધારે છે અને સરકાર નોડલ એજન્‍સી મારફત ૧૦૦ ટકા ખરીદી માટે પ્રતિબદ્ધ છે.