લોગવિચાર :
દિપાવલીના સમયે ઓનલાઇન શોપીંગ વધતુ જાય છે તે સમયે તેમાં ફ્રોડ થવાની શક્યતાઓ પણ વધતા સરકારે લોકોને સાવધ રહેવાની સાથે મહત્વની એડવાઇઝરી પણ જાહેર કરી છે. ઇન્ડિયન કોપ્યુટર ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ દ્વારા આ અંગે લોકોને ઓનલાઇન શોપિંગ સમયે ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે.
જેમાં ફ્રોડ કરનારાઓ ફેક ઇ-મેઇલ કે મેસેજ મારફત જાણીતી બ્રાન્ડની ઓફરો મોબાઇલ પર મોકલે છે અને તેના આધારે ખરીદીના ઓર્ડર આપવાથી વાસ્તવમાં નાણાંની ઉચાપત થઇ જાય છે અને બાદમાં તે સાઇટ શોધવી પણ મુશ્કેલ બને છે.
આ ઉપરાંત ઓચિંતા લોટરી કે ઇનામ લાગ્યાના કે તમે અગાઉ ખરીદી કરી હોય તેના આધારે ખાસ ડીસ્કાઉન્ટ ઓફર કરીને તે વટાવવા માટે તમારા બેંક ખાતા સહિતની માહિતી માંગી બાદમાં તેમાંથી નાણાં ઉપાડી લેવાય છે. આ ઉપરાંત ડેટીંગ પ્રોફાઇલ મારફત ઇમોશનલ મેસેજ મોકલીને તમને હનીટ્રેપ જેવામાં લલચાવાય છે. આ ઉપરાંત જોબ કેસ વધતા જાય છે.