206 દેશો, 10714 એથ્લેટ્સ... રાત્રે પેરિસ ઓલિમ્પિકનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

લોગ વિચાર :

દુનિયાભરના રમતજગતના મહાકુંભ સમા ઓલિમ્પિકનો આજથી જાજરમાન પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય સમય પ્રમાણે રાત્રે 11 વાગ્યાથી અભૂતપૂર્વ ઉદઘાટન સમારોહનો પ્રારંભ થશે. 206 દેશોના 10714 રમતવીરો મેડલ જીતવા માટે તમામ તાકાત લગાડશે. ઉદઘાટન સમારોહમાં 3000 કલાકારો પરફોર્મ કરશે અને સવા ત્રણ લાખ લોકો તેના સાક્ષી બનશે.

જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય અને ચંદ્ર ઉગતો હોય ત્યારે સીન નદીનો અદ્ભુત નજારો જોવા જેવો છે. ગેમ્સના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે કે ઉદ્ઘાટન સમારોહ સ્ટેડિયમમાં નહીં પરંતુ નદીના કિનારે યોજવામાં આવશે. છ કિલોમીટરના વિસ્તારમાં લગભગ 90 બોટમાં ખેલાડીઓની પરેડ થશે. પરેડ ઑસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ થશે અને એફિલ ટાવરની સામે ઇના બ્રિજ પર સમાપ્ત થશે. સમારોહ લગભગ ચાર કલાક સુધી ચાલશે.

અમેરિકન સ્ટાર સિંગર લેડી ગાગા અને કેનેડાની સેલિન ડીયોન સાથે, ફ્રાન્સની ફ્રાન્કો-માલીયન આર એન્ડ બી સ્ટાર આયા નાકામુરા સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. કાર્યક્રમને 12 ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં ત્રણ હજાર જેટલા ડાન્સર, સિંગર અને કલાકારો તેમના પરફોર્મન્સથી દર્શકોનું મનોરંજન કરશે.

લગભગ 3.25 લાખ દર્શકો સમારોહનો આનંદ માણી શકશે. સીન નદીના કિનારે લોકો આ સમારોહને ફ્રી મા જોઈ શકશે. જ્યારે ખાસ બનાવેલા સ્ટેન્ડની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. ઉદઘાટન સમારોહ દરમિયાન સીન નદીની આસપાસના 150-કિલોમીટર (93 માઇલ) વિસ્તારને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લગભગ 45 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ભારતીય સમય પ્રમાણે રાત્રે 11 વાગ્યાથી ઉદ્ઘાટન સમારોહનો અદ્ભુત નજારો દેખાશે. આ એઆઈ દ્વારા ચિત્ર બનાવવામાં આવેલ છે.ગુરુવારે પેરિસના બર્સી એરેના ખાતે રોમાનિયન મહિલાઓ જિમ્નેસ્ટિક્સ ટીમ કલાત્મક સ્પર્ધાઓ માટે પ્રેક્ટિસ કરે છે. ભારતીય હોકી ખેલાડી મનપ્રીત સિંહે પેરિસમાં મસ્તી ના અંદાજ મા  ’ડ’ પર ફોટો શેર કર્યો છે.

પેરિસમાં ઓલિમ્પિક મશાલ સાથે પૂર્વ બેઇજિંગ ચેમ્પિયન ભારતીય શૂટર અભિનવ બિન્દ્રા જોવા મળે છે. અમેરિકાની સ્ટાર જિમ્નાસ્ટ સિમોના બાઈલ્સ ગુરુવારે ટીમના સાથી સાથે પ્રેક્ટિસ કરતા નજરે પડે છે.

વરસાદ પડી શકે છે
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન હવામાન બગડી શકે છે. હવામાન વિભાગ મેટિયો ફ્રાન્સે શુક્રવારે સવારે વરસાદની આગાહી કરી છે. જો કે બપોર બાદ વાતાવરણ ચોખ્ખું રહેશે પરંતુ સાંજે વરસાદની શક્યતા છે. તેમ છતાં સમારંભ સમયપત્રક મુજબ થશે.

સિંધુ-શરત ધ્વજ વાહક
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને અનુભવી ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરત કમલ ભારતીય ટુકડીના ધ્વજ વાહક હશે. 42 વર્ષીય શરત માટે આ છેલ્લી ઓલિમ્પિક હશે, જેઓ પાંચમી વખત ગેમ્સના મહાકુંભમાં રમી રહ્યા છે. તે મેડલ સાથે વિદાય લેશે. સિંધુની નજર મેડલની હેટ્રિક કરનાર દેશની પ્રથમ ખેલાડી બનવા પર છે.

તિરંદાજીમાં ભારતીય ટીમની શાનદાર શરૂઆત: કવાર્ટર ફાઈનલમાં એન્ટ્રી
પુરુષ અને મહિલાની ટીમ કવાર્ટર ફાઈનલમાં પહોંચી

પેરિસમાં રમાઈ રહેલા ઓલિમ્પિક રમતોત્સવમાં તીરંદાજીમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. પુરુષ અને મહિલા બન્ને ટીમો કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના અભિયાનની શાનદાર શરૂઆત થઈ છે. ગુરુવારે તીરંદાજીમાં મહિલા અને પુરુષોની ટીમ કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી.

પુરુષોની ટીમ 2013 પોઈન્ટ લઈને ત્રીજા સ્થાને રહી હતી જયારે મહિલાઓની ટીમે 1983 અંક સાથે ચોથુ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ કવાર્ટર ફાઈનલનો રસ્તો નકકી થયો.

ભારતીય મહિલા ટીમ કવાર્ટર ફાઈનલનું વિધાન પાર કરી લે તો તેને સેમી ફાઈનલમાં મજબૂત કોરિયાઈ ટીમ સાથે મુકાબલો થઈ શકે છે. તીરંદાજીમાં મહિલાઓની ટીમમાં દીપિકાકુમારી, અંકીતા ભકત, ભજન કૌરનો સમાવેશ થાય છે.