લોગ વિચાર :
મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપી હતી.
સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા)ના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રી એ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. ત્યારબાદ ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા પણ કરી હતી.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ -88 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠા 3, અરવલ્લી 2, મહીસાગર 1, ખેડા 1, મહેસાણા 2, સુરેન્દ્રનગર 1, અમદાવાદ કોર્પોરેશન 1, ગાંધીનગર 1, પંચમહાલ 3, જામનગર 1, મોરબી 1, દાહોદ 1, વડોદરા 1, બનાસકાંઠા 1, દેવભૂમિ દ્વારકા 1, તેમજ કચ્છ 1 જીલ્લામાંથી ચાંદીપુરા કુલ- 22 કેસ પોઝીટીવ મળેલ છે.
ગુજરાત રાજ્યના 88 કેસો પૈકી સાબરકાંઠા 2, અરવલ્લી 3, મહીસાગર 2, ખેડા 1,મહેસાણા 2, રાજકોટ 3, સુરેન્દ્રનગર 1, અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર 1, પંચમહાલ 5, મોરબી 3, ગાંધીનગર કોર્પોરેશન 2, દાહોદ 2, વડોદરા 1, બનાસકાંઠા 3, વડોદરા કોર્પોરેશન 1 તેમજ દેવભૂમિ દ્વારકા 1 એમ કુલ-36 દર્દીઓ ના મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 46 દર્દી દાખલ છે તથા 10 દર્દીઓને રજા આપેલ છે. આ ઉપરાંત રાજસ્થાનના કુલ 3 કેસો જેમાં 2 દર્દી દાખલ છે તેમજ 1 દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનાં 2 કેસો મા 2 દર્દી દાખલ છે.
આરોગ્યની ટીમ દ્વારા કુલ 22,017 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે. કુલ 1,36,706 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી કરવામાં આવેલ છે. રાજ્યકક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક જિલ્લા અને કોર્પોરેશનને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી માટે માહિતગાર કરવામાં આવેલ છે.
રાજ્યકક્ષાએથી ગાઈડ લાઈન અને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી દ્વારા પત્ર પાઠવેલ છે.દરેક કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવા આદેશ કરાયો છે.