લોગ વિચાર :
સરકાર અવારનવાર લોકોને સાયબર સિક્યોરિટી અંગે સાવચેત રહેવાનું કહે છે. હવે સાયબર હેકર્સે મોટો હુમલો કર્યો છે અને લગભગ 1 હજાર કરોડ પાસવર્ડ લીક થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક કેસ હોઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Obama Care નામના હેકર્સે 995 કરોડ પાસવર્ડ લીક કર્યા છે. ત્યારે Rockyou2024 ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમગ્ર વિશ્વમાં સિંગલ લેવલ પર ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સ લીક થઈ ગયા છે. સેલિબ્રિટી વગેરેના ઘણા પાસવર્ડ પણ તેમાં હાજર છે.
સાયબર ન્યૂઝ ડોટએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, Obama Care નામના યુઝરે એક ફાઇલ પોસ્ટ કરી છે. આ ફાઇલનું નામ Obama Care છે. આ ફાઇલમાં ડેટા હાજર છે. rockyou2024માં ઘણી સેલિબ્રિટીની વિગતો તેમના એકાઉન્ટમાં અનધિકૃત એક્સેસ મેળવ્યા બાદ લેવામાં આવી છે.
આ પહેલા પણ ડેટા લીક કરી ચૂક્યું છે આ ગ્રુપ Rockyou2024 એ પહેલીવાર ડેટા લીક કર્યો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પહેલા પણ હેકર્સ દ્વારા લગભગ 8.4 બિલિયન પ્લેન ટેક્સ્ટ પાસવર્ડ લીક કરવામાં આવ્યા હતા. ઘણા નિષ્ણાતોએ સાયબર સુરક્ષા માટે બનાવેલા નિયમો અને કાયદાઓનું પાલન કરવાની સલાહ આપી છે.
હેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ ફાઇલમાં ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી. તેનાથી બચવા માટે તમારા એકાઉન્ટનો પાસવર્ડ તરત જ રીસેટ કરવો મહત્વપૂર્ણ છે. મજબૂત પાસવર્ડનો પણ ઉપયોગ કરો.
આ સાથે લોગિન માટે મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો. બધી વેબસાઇટ્સ માટે અલગ અલગ પાસવર્ડ વગેરેનો ઉપયોગ કરો. દરેક જગ્યાએ એક જ પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં.