લોગ વિચાર :
ક્રિકેટર હાર્દિક પંડયા અને એકટ્રેસ-મોડેલ નતાશા સ્ટેનકોવિકનું લગ્નજીવન ભંગાણના આરે પહોંચ્યાના અહેવાલો છે. નેટીઝન્સે નોંધ્યું છે કે, નતાશાએ તેના નામની પાછળથી પંડયા સરનેમ ઈન્સ્ટાગ્રામ હેન્ડલમાંથી હટાવી લીધી છે. એવું પણ જોવા મળે છે કે નતાશાએ પોતે અને પોતાના પુત્ર અગસ્ત્ય સાથેની તસ્વીરોમાંથી હાર્દિકને હટાવી દેવાયો છે.
કેટલાક લોકોને આમાં ષડયંત્ર દેખાય છે. કેટલાક નતાશાને તકવાદી કહીને ટ્રોલ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માની જગ્યાએ તેને રિપ્લેસ કરવામાં આવતા ટિકા થયેલી.
હાર્દિક અને નતાશાના લગ્નજીવનમાં છેલ્લા 6 મહિનાથી તનાવ છે અને કપલ છુટું પડે તેવી ચર્ચાઓ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને નતાશા સૌ પ્રથમ 2018માં મળ્યા હતા અને 1 જાન્યુઆરી 1920માં દુબઈમાં એંગેજમેન્ટ થયેલું ત્યારબાદ દુબઈમાં બન્નેના લોકડાઉન દરમિયાન લગ્ન થયેલા. આ દંપતીના ઘેર પુત્ર અગત્સ્યનો જન્મ થયો હતો.