એકવાર તળ્યા પછી બચેલા તેલમાં ખોરાક રાંધવાથી સ્વાસ્થ્ય માટે જોખમ

લોગ વિચાર :
ખાવાનું તળ્યા બાદ બચેલા તેલનો ઉપયોગ આખરે કયાં સુધી કરી શકાય? તેને લઈને ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (આઈસીએમઆર)એ સ્પષ્ટ કહી દીધુ છે. હાલમાં જ જાહેર દિશા નિર્દેશોમાં કહેવામાં આવ્યુ છે કે વનસ્પતિ તેલ કે કોઈપણ પ્રકારના તેલને વારંવાર ગરમ કરવાથી બચવુ જોઈએ.
વનસ્પતી તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ઝેરીલા કમ્પાઉન્ડ પેદા થઈ શકે છે. જે હૃદયરોગ અને કેન્સર જેવી જીવલેણ બિમારીઓનો ખતરો વધારે છે. માર્ગદર્શનમાં કહેવામાં આવ્યું છે કે ખોરાક પકાવવા માટે વનસ્પતી તેલોનો વારંવાર ઉપયોગ કરવાનું ચલણ ઘરો અને બહાર ખાદ્ય પદાર્થો બનાવનાર સ્થળ, બન્ને જગ્યાએ ખુબ જ સામાન્ય છે.
તે હૃદયરોગ અને કેન્સરનાં ખતરાને વધારી શકે છે.ઉચ્ચ તાપમાન પર તેલમાં મોજુદ ચરબી ટ્રાન્સ વસામાં બદલી જાય છે.જે હૃદયરોગનો ખતરો વધારે છે. સંસ્થાએ એકવાર ફ્રાઈ (તળ્યા) કર્યા બાદ બચેલા તેલનો એક કે બે દિવસમાં ઉપયોગ કરવાનું સુચન કર્યુ છે.
છેલ્લા અધ્યાયનોમાં એ પણ જાણવા મળ્યુ છે કેવી રીતે ખોરાક પકવવા તેલનો બીજીવાર ગરમ કરવાથી તેમાંથી વિષાકત પદાર્થ રિલીઝ થવા લાગે છે અને શરીરમાં ફ્રી રેડીકલ્સ પણ વધે છે જેથી જેમાં સોજો અને વિભિન્ન ક્રોનિક ડીસીઝ થઈ શકે છે.