લોગવિચાર :
કપિલ શર્માના કોમેડી શોમાં નજરે આવી ચુકેલા એકટર અતુલ પરચુરેનું નિધન થયુ છે.તેમની વય 57 વર્ષની હતી. તેઓ કેન્સરથી પીડિત હતા. અતુલ પરચેરેએ અનેક મરાઠી, હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું.
એકટરનાં નિધનની ખબર તેમના મિત્ર મરાઠી અભિનેતા જયવંત વાડકરે આપી હતી. તેમણે એક મિડિયા ચેનલને જણાવ્યું હતું કે અતુલને મરાઠી નાટક સુર્યાસ્ત પિલ્લેમાં કામ કરવાનું હતું. એક સાથે રિહર્સલ કરી રહ્યા હતા.
પરંતુ અતુલને પાંચ દિવસ પહેલા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ એકટરે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ડોકટરોને તેમના લીવરમાં 5 સેન્ટી મીટરનું ટયુમર મળ્યુ હતું આ સાથે જ એકટરે ડોકટરો દ્વારા ઈલાજમાં ભુલ થઈ હોવાની પણ વાત કરી હતી.